અમદાવાદ સરદાર વલ્લભભાઈ એરપોર્ટના કર્મચારીએ જ બોમ્બ હોવાની અફવા ફેલાવી

અમદાવાદ માં સરદાર વલ્લભ ભાઈ એરપોર્ટ પર આજે અચાનક બોમ્બની અફવા ફેલાવાથી અફરાતફરી મચી હતી. પરતુ ગણતરીના કલાકોમાં બોમ્બનો મેસેજ આપનાર શખ્સની અટકાયત કરી લેવાઈ હતી.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર આજે બોમ્બ હોવાની અફવા ફેલાવાઈ હતી. અજાણી વ્યક્તિએ બોમ્બ હોવાનો કન્ટ્રોલ રૂમમા ફોન કરીને જાણ કરી હતી. એરપોર્ટના ATC ટાવર નંબર પર ફોન આવ્યો હતો. જેથી સતર્કતાના ભાગરૂપે પોલીસ દોડતી થઈ ગઈ હતી. ડોગ સ્કવોડ, ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. એરપોર્ટ તપાસમાં કોઇ જ શંકાસ્પદ વસ્તુ ન મળી આવી હતી. પરંતુ પોલીસે પરથી ફોન કરનાર શખ્સની ગણતરીના કલાકોમા અટકાયત કરી લીધી હતી. મોહંમદ નામના શખ્સે એરપોર્ટ પર બોમ્બનો મેસેજ આપ્યો હતો. પણ બોમ્બની અફવા ફેલાવનાર શખ્સ એરપોર્ટનો જ કર્મચારી નીકળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *