– પાંચ આરોપીઓ હત્યા બાદ ફરાર
– અંગત અદાવત માં છરા ના ઘા ઝીંકી કરી હત્યા
અમદાવાદના વાડજ બસ સ્ટેન્ડ પાસે છરાના ઘા ઝીંકી એક યુવકની હત્યા કરવામાં આવી છે જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. રાણીપ ખાતે ગણેશનગર છાપરા પાસે રહેતા મહેશ નામના શખ્સ ની હત્યા કરવામાં આવી છે. છરાના ઘા ઝીંકીને હત્યા કરાઈ હતી. આ દરમિયાન બીજો એક યુવક પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. હત્યા કર્યા બાદ પાંચેય આરોપી ફરાર થઈ ગયા હતા.
