ભારતે લદ્દાખને અડીને આવેલી લાઇન ઓફ કંટ્રોલ પર ચીનની અવળચંડાઈને રોકવા માટે ભારતીય સેના દિવસ-રાત નજર રાખી રહ્યા છે. આ બધાની વચ્ચે ચીને 29-30 ઑગસ્ટની રાત્રે ફરીથી અવળચંડાઈ કરી ભારતની જમીન પર ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ભારતીય જવાઓએ ચીની જવાનોને પાછા ધકેલી દીધા હતા.
ચીને છૂપીરીતે રાત્રિના અંધકારમાં ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની તૈયારી કરી રાખી હતી. ચીની સેના ટેન્ક અને 200 સૈનિકો તેમજ દારૂગોળાની સાથે ભારતીય સરહદમાં દક્ષિણ પેંગોંગ ત્સોના દક્ષિણ કાંઠે ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. પરંતુ લાઇન ઓફ કંટ્રોલ પર તૈયાર ભારતીય જવાનોએ દુશ્મનની સેનાને પીછેહઠ કરવી દીધી હતી. ડ્રેગન સેના આ વિસ્તારમાં ઘૂસણખોરી કરીને અહીં તંબૂ તાણવા માટે આવી હતી.
સેનાના સૂત્રોના મત અનુસાર, ભારતીય સેના પહેલેથી જ તૈયાર હતી અને ભારતીય સેનાની ત્યાં સંખ્યા વધારી દીધી હતી. ભારતીય જવાનોએ ચીનના જવાનોના ઘૂસવાના પ્રયત્નને નાકામ જ નહીં પરંતુ તેમને ત્યાંથી ઘણા પાછળ ધકેલી દીધા હતા. આ દરમ્યાન કોઇપણ સૈનિકને નુકસાન થયાના સમાચાર નથી.