કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આજે દિલ્હીની AIIMS માંથી રજા આપવામાં આવી છે. દિલ્હી AIIMS એ રવિવારે નિવેદનમાં જણાવ્યુ હતું કે અમિત શાહ સ્વસ્થ છે અને જલ્દી તેમને રજા આપવામાં આવશે. અમિત શાહને 18 ઓગસ્ટ રોજ હળવો તાવ આવવાના કારણે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ લગભગ 12 દિવસ પછી આજે તેમને રજા આપવામાં આવી છે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને પોસ્ટ કોવિડ કેર માટે 18 ઓગસ્ટે દાખલ કરવામાં આવ્યા હતા. ગૃહ મંત્રીને શરીરમાં દુખાવો, થાક અને ચક્કર જેવી ફરિયાદ હતી. AIIMSના ડાયરેક્ટ ડો.રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી.
આ ઉપરાંત 2 ઓગસ્ટે અમિત શાહે ટ્વિટ કરી પોતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણકારી આપી હતી. મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર થઈ હતી. 14 ઓગસ્ટે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.