રાજકોટમાં હોટલની આડમાં ચાલતા હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ

રાજકોટમાં હોટલની આડમાં ચાલતા એક સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજકોટના વીરપુરમાં સાગર ગેસ્ટ હાઉસમાં સેક્સરેક્ટ ચાલતું હોવાની માહિતીના આધારે ઉચ્ચ અધિકારીએ નકલી ગ્રાહક મોકલી દરોડા પાડ્યા હતા.

મળેલ માહિતી અનુસાર, જેતપુરના વીરપુરમાં નબીરાઓના શોખ પુરા કરવા માટે સાગર ગેસ્ટહાઉસમાં બહારથી યુવતીઓને બોલાવવામાં આવતી હતી. છેલ્લા કેટલાક સમયથી હોટલની આડમાં સેક્સ રેકેટ ચાલતું હતું. પરંતુ આંખ આડા કાન કરતી વીરપુર પોલીસ રાત્રીના નિંદ્રામાં હતી તે સમય દરમ્યાન ASP સાગર બાગમારે ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી અને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

 

રાજકોટ,ગોંડલ,જેતપુર સહિતના ઉધોગકારો અને રાજકારણીઓના નબીરાઓ માટે આ સેક્સ રેક્ટ ચાલતું હતું. હોટલની આડમાં ચાલતા આ સેક્સ રેકેટમાં નબીરાઓને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવતી હતી. સાગર હોટલમાંથી વિદેશી બ્રાન્ડનો દારૂ અને બિયર પણ પોલીસે કબ્જે કર્યા છે.

અગત્યની વાત એ છે કે જે સાગર હોટલ માં દરોડા પાડવામાં આવ્યા હતા તે સાગર હોટલની બાજુમાં જ વીરપુર PSI ભોજાણી રહે છે. પરંતુ આટલા સમયથી ચાલતા આ સેક્સ રેકેટ પર તેમની નજર કેમ ન પડી અને ઉચ્ચ અધિકારીઓને નકલી ગ્રાહકોને મોકલી દરોડા પાડવાની ફરજ પડી. સૂત્રોના જણાવ્યા અનુસાર સાગર હોટલના માલિક SP તેમજ રેન્જ.આઈજી સુધીના કોન્ટેકટ ધરાવતા હોવાથી હોટલમાં જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે ગ્રાહકોને છોડી મૂકવામાં આવ્યા અને માત્ર એજન્ટ અને હોટલ મેનેજર સામે જ ગુનો નોંધ્યો હતો. પરંતુ જો હોટલના CCTV ફૂટેજ ચેક કરવામાં આવે તો ઘણાંબધા રાજ ખુલી શકે તેવી પણ શકયતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *