જમ્મુકાશ્મીરમાં અવારનવાર આતંકવાદીઓની ઘુસણખોરીની અને અથડામણ ની ઘટના ઘટી રહી છે. ત્યારે પુલવામામાં જદુરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે સુરક્ષાબળો અને આતંકવાદીઓની વચ્ચે ગોળીબાર થયો હતો. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યુ હતું કે પોલીસ અને સુરક્ષા બળે ઓપરેશનને અંજામ આપ્યું હતું. ભારતીય સેનાના મતે દક્ષિણ કાશ્મીરના જદુરા ગામમાં સેનાએ 3 આંતકીઓને ઠાર કર્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના મતે એન્કાઉન્ટરવાળી જગ્યાએથી આપત્તિજનક સામાન અને હથિયાર મળી આવ્યા છે.
કાશ્મીર પોલીસના મહાનિરીક્ષક વિજય કુમારના મત અનુસાર શુક્રવારના રોજ એક અથડામણમાં શોપિયાં જિલ્લાના કિલૌરા વિસ્તારમાં 4 આતંકવાદીને ઠાર કરવામાં આવી હતા. અને એક આતંકવાદીને ઝડપી પડ્યો હતો. ઠાર કરાયેલ આતંકવાદીઓમાં એક શૂકર પાર્રે જમ્મુ કાશ્મીર પોલીસનો પૂર્વ જવાન અને અલ-બદ્ર સંગઠનના જિલ્લાનો કમાન્ડર હતો. સુરક્ષાબળોએ જિલ્લાના કિલૂરા વિસ્તારમાં આતંકવાદીઓની હજાર હોવાની માહિતી મળ્યા બાદ ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ પહેલાં શુક્રવારના રોજ કાશ્મીરમાં સુરક્ષા બળોની સાથે અથડામણમાં 4 આતંકવાદી ઠાર થયા હતા અને એક આતંકીએ શરણાગતિ કરી હતી. આમ સેનાએ 24 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં 7 આતંકીઓને ઠાર કરી દીધા છે.