બાવળા સાણંદ રોડ પર ગુરુવારે સવારે બાઇક પર બાવળાના રામનગર ખાતે રહેતા બીછુખાન મલેક તેમના દિકરાની પત્નીને મુકવા નાની દેવતી ગામના પાટીયા પાસેથી પસાર થતાં હતા આ સમયે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સરકારી ઇનોવા ડિવાઇડર ક્રોસ કરી અચાનક મેઇન રોડ પર ઘુસી ગઇ હતી. આ સમયે પાછળથી આવી રહેલા બાઇક ચાલક કંઇ સમજે તે પહેલા કમિશનરની કારમાં પાછળના દરવાજાની સાઇડમાં અથડાયા હતા. બાઇક ચાલક અથડાતા તેને ગંભીર ઇજા થઇ હતી. બાઈક ચાલક અને પાછળ બેઠેલી તેમની પુત્રવધૂને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પણ ત્યાં ચાલકનું મોત નિપજ્યું હતુ.
આઘાતજનક અને મહત્વની વાત તો એ છે કે સાણંદ પોલીસે કમિશનરના ડ્રાઇવરને ફરિયાદી બનાવીને મૃતક બાઇક ચાલક સામે બેદરકારી રીતે વાહન ચલાવવાનો અને પોલીસ કમિશનરના વાહનને નુકશાન પહોંચાડવાનો ગુનો નોંધાવ્યો હતો. અમદાવાદ જિલ્લા SP વિરેન્દ્ર યાદવની રહેમનજર હેઠળ જ કમિશનરના ડ્રાઇવરને બચાવવા પોલીસે ધમપછાડા કરતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.