અંબાજી જતા ભાવિક ભક્તો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. કોરોનાની મહામારી ને કારણે અંબાજી મંદિરના દ્વાર શ્રદ્ધાળુઓ માટે તો બંધ કરવામાં આવ્યા છે. અંબાજી મંદિર દ્રસ્ટ દ્વારા અગાઉ મંદિરના કપાટ 4 સપ્ટેમ્બર સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ અંબાજી મંદિર ના ટ્રસ્ટ દ્વારા આ નિર્ણયમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અંબાજી મંદિર 4 સપ્ટેમ્બર સુધી નહીં, પરંતુ 2 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. ત્યારબાદ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. ભાવિક ભક્તો માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાદરવા માસના પ્રારંભથી ભાદરવી પૂનમના મેળા માટે પદયાત્રીઓનું આગમન શક્તિપીઠ અંબાજી ખાતે શરૂ થઇ જાય છે. પરંતુ કોરોના મહામારીને પગલે આ વખતે 24 ઓગસ્ટ સોમવારથી 2 સપ્ટેમ્બર એમ 10 દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના દર્શન બંધ રહેશે. ભાવિક ભક્તોની લાગણી દુભાઇ નહી તેના માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરની હવન શાળામાં સહસ્ત્ર નવચંડી યજ્ઞ યોજાશે. શ્રદ્ધાળુઓની સગવડતા માટે યાત્રાળુઓને ઘરે બેઠાં ઓનલાઇન માતાજીના દર્શન-ગબ્બર દર્શન, યજ્ઞા દર્શન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.