જેમ્સ એન્ડરસને કારકિર્દીની ૬૦૦ ટેસ્ટ વિકેટના કરવા છતાં પાકિસ્તાને વરસાદની મદદથી ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ ડ્રો કરી હતી. ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦થી વિજય પ્રાપ્ત કર્યો હતો. એન્ડરસન ૬૦૦ ટેસ્ટ વિકેટ લેનાર દુનિયાનો સૌપ્રથમ ફાસ્ટર બોલર બન્યો હતો. ઈંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં ૮ વિકેટે ૫૮૩ રન નો સ્કોર કર્યો હતો. પાકિસ્તાન પ્રથમ ઇનિંગ્સમાં ૨૭૩ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ. ઈંગ્લેન્ડે ફોલોઓન આપતા બીજી વખત બેટીંગમાં ઉતરીને રમતના અંતે ચાર વિકેટે 187 રન કર્યા હતા.
સાઉથમ્પ્ટનમાં રમાયેલી પાંચમા દિવસની રમતમાં જેમ્સ એન્ડરસને અઝહર અલીને આઉટ કરતાં ૬૦૦ વિકેટ પૂરી કરી હતી. આ સાથે જ ટેસ્ટ માં 600 વિકેટ લેનાર ઝડપી બોલર બન્યો હતો. ઈંગ્લેન્ડને ચાલુ વર્ષે હવે એક પણ ટેસ્ટ મેચ રમવાની નથી. જો એન્ડરસન આ વિકેટ ઝડપી ન શક્યો હોત તો તેને વિકેટ ઝડપવા માટે એક વર્ષ રાહ જોવી પડે તેમ હતુ.