જામનગર શહેરની G.G હોસ્પિટલમાં આજે બપોરે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ICCU યુનિટમાં દાખલ ૯ દર્દીઓ સહિત હોસ્પિટલના અન્ય દર્દીઓની મોટી જાનહાનિ થતાં રહી ગઈ હતી. ડોકટરો, ર્નિસગ સ્ટાફ, દર્દીના સગા અને ફાયર બ્રિગેડે દર્દીઓને બચાવ્યા હતા. G.G હોસ્પિટલ માં લાગેલી આગમાં લાખો રૂપિયાની આધુનિક મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી.
G.Gહોસ્પિટલના જૂના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફલોર પર ICCU (ઈન્ટેન્સિવ ર્કાિડયાક કેર યુનિટ) માં આજે બપોરે 3:15 વાગ્યે અચાનક ધુમાડો થઈ જતાં યુનિટમાં રહેલા ૯ દર્દીઓ, સગાઓ અને હોસ્પિટલ સ્ટાફમાં ભાગદોડ મચી પામી હતી. તાત્કાલિક રેસિડેન્ટ ડોકટરો, ર્નિસગ સ્ટાફ અને દર્દીઓના સગાઓએ બારીઓ ખોલી ૪ દર્દીને બહાર કાઢયા હતા.તેમજ ફાયર બ્રિગેડના સ્ટાફે અન્ય પ દર્દીઓને પાર્ટિશન તોડીને બહાર કાઢયા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ કે સમગ્ર ICCU ઝપેટમાં આવતાં ૪ ઈકો કાર્ડિયાક મશીન, ૪ ઈન્ફ્યુઝન પંપ, વેન્ટિલેટરો તેમજ લાખો રૂપિયાની ઈલેકટ્રોનિક મશીનરી અને સાધનો બળીને ખાખ થઈ ગયા હતા.