હવે જમીન પચાવી પાડનારને ૧૪ વર્ષની જેલ તેમજ જંત્રી જેટલો દંડ થશે

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગેરકાયદેસર જમીન પચાવી પાડનારા ભૂમાફિયા સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટની જાહેરાત કરી છે. બુધવારે કેબિનેટની બેઠકમાં નવા કાયદાનો પ્રસ્તાવમાં જમીનો પચાવવાના કેસમાં કેસ દાખલ થયાના 6 મહિનામાં જ કોર્ટ દ્વારા ફેંસલો કરવામાં આવશે. અને ગુનેગારને ૧૪ વર્ષ સુધીની જેલ તેમજ જમીનની જંત્રી જેટલો દંડ વસૂલવા જેવી કડક સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રસ્તાવિત કાયદાનો ડ્રાફ્ટ વિધાનસભા સત્રની રાહ જોયા વગર જ વટહુકમ દ્વારા અમલમાં લાવવા સરકારે તૈયારી કરી છે.

જનજાગૃતિના અભાવે અનેક જિલ્લાઓમાં માલિકોની જમીનો લૂંટાયા બાદ હવે સરકારે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ- ૨૦૨૦ અમલમાં લાવવાની જાહેરાત કરી છે. જેમાં ગેરકાયદેસર કબ્જો લેનાર, આવી જમીન ઉપર બાંધકામ માટે નાણાકિય સહાય કરનાર, તેમજ કબ્જેદારો પાસેથી ધાક-ધમકીથી ભાડુ, વળતર કે અન્ય વસૂલાત કરનાર અને તેમાં મદદગારી કરનાર એવા તમામને જમીન પચાવી પાડનારની વ્યખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જમીનના કેસોની ઝડપથી સૂનાવણી થાય તેના માટે સરકાર સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરશે. કેસ દાખલ થયાના છ જ મહિનામા કેસનો નિકાલ આવે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગુનેગારને ૧૦ થી ૧૪ વર્ષની જેલની સજા તેમજ જમીનની જંત્રી જેટલો દંડ થઈ શકે.

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટના કાયદામાં માત્ર ખાનગી, ધાર્મિક- શૈક્ષણિક- સામાજિક સંગઠનોની માલિકીની જ નહી પણ સરકારી, પાલિકા- પંચાયત સહિત સ્થાનિક સત્તા મંડળોની જમીનોમાં જે કાયદેસરના ભાડુઆતો ન હોય અને કબ્જો ચાલુ રાખે તેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા વ્યક્તિને પણ ગુનેગાર થેરાવશે. જમીન ખરીદ- વેચાણની ગેરરિતી આચરવાના કિસ્સામાં જો કોઈ કંપની, વેપારી પેઢી સામેલ હશે તો તેના જવાબદાર વહિવટકર્તા, ભાગીદારોને પણ જેલમાં જવાનો વારો આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *