મહાનાયક અમિતાભ બચ્ચને લોકપ્રિય શો KBC સિઝન 12ના થીમનું શરૂ કર્યું શૂટિંગ

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર એક તસવીર શેર કરી KBC-12 શૂટિંગ શરૂ કર્યાની જાણકારી આપી છે. તેમણે બહુચર્ચિત અને લોકપ્રિય ટેલિવિઝન શો કૌન બનેગા કરોડપતિ સિઝન ૧૨ ની તૈયારીમાં લાગી ગયા હોવાનું જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શૂટિંગ કૌન બનેગા કરોડપતિ શોનું નહીં પરંતુ આ  શોના થીમનું છે. શોનું શૂટિંગ ક્યારથી શરૂઆત થશે તેની કોઇ માહિતી મળી નથી. હાલ કૌન બનેગા કરોડપતિની ૧૨મી સીઝન સપ્ટેમ્બરના છેલ્લા અઠિવાડિયામાં શરૂ થાય તેવી વાત છે.

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર તસવીરોને એક ફ્રેમમાં બનાવીને શેર કરી છે. જેમાંથી એક ફોટો KBC સેટનો છે જ્યારે બીજી તસવીર પોતાની યુવાનીની છે. પોસ્ટના શીર્ષકમાં તેમણે ઉલ્લેખ પણ કર્યો છે કે આ શોએ 20 વરસ પૂરા કર્યા  છે. 2000 ની સાલમાં આ શોને પ્રથમ વખત ટેલિવિઝન પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. શૂટિંગના સેટ પરના ફોટાઓમાં કર્મચારીઓ PPE કિટ પહેરેલા જોવા મળે છે.

બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના વાયરસને માત આપીને ફરી પાછા કામે લાગી ગયા છે. આ શો ઉપરાંત અભિનેતા પોતાની અધુરી ફિલ્મો ઝુંડ, ચહેરે અને બ્રહ્માશ્ત્ર પર પણ કામ શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *