ગાંધીનગરમાં આવેલ ચંદ્રાલા પાસે ચિલોડા પોલીસે ગાડીના ગુપ્ત ખાનામાં સંતાડેલી વિદેશી દારૂની નાની 900 બોટલ સાથે ઉદેપુરના શખ્સ ની ધરપકડ કરી હતી.ઉપરાંત પેથાપુર પોલીસે ટીંટોડા પાસેથી લોડીંગ રીક્ષામાંથી વિદેશી દારૂની 72 બોટલ ઝડપી હતી. રીક્ષામાં સવાર ચાર શખ્સો સામે ગુનો નોંધી ર.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ચિલોડા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ચંદ્રાલા પાસેથી કાર ઝડપી હતી. જેમાં તપાસ દરમિયાન સીટની નીચે બનાવેલા ગુપ્તખાનામાં વિદેશી દારૂની નાની 900 બોટલ મળી આવી હતી. ગાડીમાં સવાર ઉદેપુરના ભવંરલાલ ભેરૂલાલ ભાટની ધરપકડ કરી રૂપિયા 62,000 નો દારૂ તેમજ મોબાઈલ અને કાર મળી રૂપિયા 3.62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ આ દારૂ કયાંથી લાવવામાં આવ્યો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા માટે તપાસ હાથ ધરી છે.
ત્યારબાદ બીજી તરફ પેથાપુર પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે ટીંટોડાથી અમરાપુર જતાં રોડ ઉપર લોડીંગ રીક્ષા ઝડપી હતી. જેમાં લીલા ઘાસની નીચે વિદેશી દારૂની 72 બોટલ મળી આવી હતી. પોલીસે રીક્ષામાં સવાર દહેગામ રણજીપુરાના ભુપત પ્રહલાદજી ઠાકોર, ઉવારસદના પભા પ્રહલાદજી ઠાકોર, ટીંટોડાના વિષ્ણુ ઉર્ફે ટીના જીવાજી ઠાકોર અને મહેસાણા કડીના ભરત શંકરજી ઠાકોરની અટકાયત કરી હતી. દારૂ, મોબાઈલ અને ટેમ્પો મળી 2.39 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.