ગૃહમંત્રી અમિત શાહને મોડી રાત્રે AIIMSમાં કરાયા દાખલ

દેશના ગૃહમંત્રી અમિત શાહને નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડો રણદીપ ગુલેરિયાની આગેવાની હેઠળ ડોકટરોની એક ટીમ તેમની સારસંભાળ કરી રહી છે. મોડી રાત્રે તેમને AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓને જૂના ખાનગી વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તેમને નજીવો તાવ હતો.

14 ઑગસ્ટના રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અમિત શાહે ખુદ કોરોના નેગેટિવ આવ્યાની જાહેરાત ટ્વિટ દ્વારા કરી હતી. ત્યારબાદ તેમને મેદાંતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તેમને ઘરમાં આઇસોલેટ રહેવાની સલાહ આપવામાં આવી હતી. ગઈકાલે રાત્રે તેમને નજીવો તાવ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *