વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહન આપવા અને ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા વધારવા માટે એક ખાસ નવું પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મનું નામ ‘ટ્રાન્સપરન્ટ ટેક્સેશન: ઓનરીન્ગ ધ ઓનેસ્ટ’ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, આ પ્લેટફોર્મ 21મી સદીના ટેક્સ સિસ્ટમની શરૂઆત છે. જેમાં ફેસલેસ એસેસમેન્ટ-અપીલ અને ટેક્સપેયર્સ ચાર્ટર જેવા મોટા રિફોર્મ છે. ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સપેયર ચાર્ટર આજથી જ લાગૂ થઈ ગયા છે. ફેસલેસ અપીલ 25 સપ્ટેમ્બર એટલે કે દીનદયાળ ઉપાધ્યાન જન્મદિવસથી દેશભરમાં લાગૂ થઈ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જણાવ્યુ કે, આ મહત્વપૂર્ણ ભેટ માટે ટેક્સ પેયર્સને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. અને ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારી, કર્મચારીઓને શુભકામના પાઠવું છું. અમે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને નવી મુસાફરી શરૂ કરી છે. હવે ઇમાનદારનું સન્માન થશે, એક ઇમાનદાર ટેક્સપેયર રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજથી શરૂ થઇ રહેલી નવી વ્યવસ્થા, નવી સુવિધા મિનિમમ ગવર્નમેન્ટ-મેક્સિમમ ગવર્નેન્સને આગળ ધપાવે છે. તેનાથી સરકારની દરમિયાનગીરી ઓછી થશે.
ધ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ CA અતુલ કુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર, ICIએ નાણામંત્રાલયને ફેસલેસ અસેસમેન્ટ અંગે સમય સમયે સૂચનો આપ્યા છે. હાલ 18 શહેરમાં આ પાયલટ પ્રોજેક્ટ તરીકે લાગૂ છે. ઇન્કમટેક્સ અધિકારી સ્તર સુધીના અસેસમેન્ટ ફેસલેસ હોય છે.
- બદલાવના મુખ્ય 4 કારણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બદલાવના મુખ્ય 4 કારણ છે. - પોલિસી ડ્રીવન ગવર્નન્સ. આમ કરવાથી ગ્રે એરિયા એટલે કે ખોટું થવાની સંભાવના ઓછી થઇ જાય છે.
- સામાન્ય લોકોની ઈમાનદારી ઉપર વિશ્વાસ કરવો.
- સરકારી પદ્ધતિમાં માણસોની દખલગીરી ઘટાડી અને તેને ટેકનોલોજી આધારિત બનાવવી.
- સરકારી મશિનરીમાં એફીસીયન્સી, ઇન્ટિગ્રીટી, સેન્સિટિવિટીના ગુણોને રીવોર્ડ કરવામાં આવી રહ્યા છે.
ભારતની આ પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. કોરોના મહામારીમાં પણ દેશમાં રેકોર્ડ FDI આવવું તેનું ઉદાહરણ છે. દેશની ટેક્સ સિસ્ટમમાં ફંડામેન્ટલ રિફોર્મની એટલા માટે જરૂરિયાત હતી કેમ કે તે ગુલામીના સમયમાં બન્યું અને ધીમે ધીમે વિકસિત થયું. આઝાદી પછી નાના નાના ફેરફારો થયા પણ માળખું એ જ રહ્યું.
રિટર્નથી લઈને રિફંડની વ્યવસ્થા સરળ
ડઝનેક ટેક્સની જગ્યાએ હવે GST આવી ગયો છે. રિટર્નથી લઈને રિફંડ સુધીની વ્યવસ્થાઓ સરળ બનાવવામાં આવી છે. અગાઉ 10 લાખ થી વધારેના વિવાદમાં સરકાર હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પહોચી જતી હતી. હવે હાઈકોર્ટમાં 1 કરોડ અને સુપ્રીમ કોર્ટમાં 2 કરોડ સુધીની કેસોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ટૂંકા સમયમાં આશરે 3 લાખ કેસનું નિરાકરણ આવી ગયું છે. હવે 5 લાખની આવક પર ટેક્સ શૂન્ય છે. બાકીના સ્લેબ પર પણ કામ કરવામાં આવ્યું છે. કોર્પોરેટ ટેક્સની દ્રષ્ટિએ તે વિશ્વના સૌથી ઓછા ટેક્સ લેનારા દેશોમાંનો એક ભારત છે.