કોરોના કહેર વચ્ચે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ એક મીઠાઇ ની દુકાન માં કામ કરતાં 2 કર્મચારી કોરોના સંક્રમિત હોવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરમાં સનરાઈઝ મોલમાં આવેલી ગ્વાલિયા સ્વીટ માર્ટ નામની દુકાનમાં કામ કરતાં 2 કર્મચારી કોરોના પોઝિટિવ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દુકાનને સીલ કરવામાં આવી છે. રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારમાં અનેક લોકો મીઠાઈ ખરીદવા ગ્વાલિયા સ્વીટ માર્ટમાં આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દુકાનમાં કામ કરતા અન્ય કર્મચારીઓને પણ હોમ ક્વોરન્ટીન માટેની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. હાલ ગ્વાલિયા સ્વીટને ક્વોરન્ટીન વિસ્તાર જાહેર કર્યો છે.
રક્ષાબંધન તેમજ આઠમ જેવા તહેવારમાં મીઠાઈઓની દુકાનોમાં લોકોની ભારેભીડ જામતી હોય છે. ત્યારે આ દુકાનના કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભયનો માહોલ સર્જાયો છે. આટલા દિવસમાં કેટલા લોકો આ કર્મચારીઓના સંપર્કમાં આવ્યા છે તે જાણવુ મુશ્કેલ છે. અને જો એમાથી કોઈ એકને પણ ચેપ લાગે છે તો લોકલ સંક્રમણનું જોખમ વધી જાય છે.