ભારતીય હોકી ટીમના ખેલાડી મનદીપ સિંહ કોરોના સંક્રમિત

બેંગ્લોરમાં 20 ઓગસ્ટથી શરુ થનાર નેશનલ હોકી કેમ્પના પ્રથમ ભારતીય ફોરવર્ડ મનદીપ સિંહ કોરોનાની ઝપેટ માં આવ્યા છે. મનદીપ સિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભારતીય હોકી ટીમના મનદીપ સિંહ કોરોના સંક્રમિત થનાર છઠ્ઠા ખેલાડી છે. આ પહેલા ટીમના 5 ખેલાડીઓ કોરોનાની ઝપેટ માં આવી ચૂક્યા છે.  સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ સોમવારે આ બાબતે જાણકારી આપી હતી.

આ પહેલા હોકી ટીમના 5 ખેલાડી કેપ્ટન મનપ્રીત સિંહ, ડિફેન્ડર સુરેન્દ્ર કુમાર, જસકરણ સિંહ, ડ્રેગ-ફિલકર વરુણ કુમાર અને કૃષ્ણ બી પાઠક પણ કોરોનાની ઝપેટ માં આવી ચૂક્યો છે. તમામ ખેલાડીઓ ટ્રેનિંગ કેમ્પ પહેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેન્ટરમાં પોતાના બે સપ્તાહનો ક્વોરન્ટીનનો સમય સમાપ્ત કરી રહ્યા છે.

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે, બેંગ્લોરમાં ટ્રેનિંગ કેમ્પ માટે પહોંચેલા ભારતીય હોકી ટીમના ખેલાડી મનદીપનો 20 ખેલાડીઓ સાથે કોરોના સંક્રમિતની તપાસ માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, પણ તેમનામાં કોઈ પણ પ્રકારના લક્ષણ જોવા મળતા નથી. સાઈના ડોક્ટર તેમનો ઈલાજ કરી રહ્યા છે.

SAIના ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ભારતીય હોકી ટીમના કેપ્ટન ઉપરાંત 4 પ્લેયરોનો કોરોના રિપોર્ટ 2 દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતી, તેમનામાં સાધારણ લક્ષણ જોવા મળી રહ્યા હતા. તેમનો કેમ્પની અંદર જ ઈલાજ કરવામાં આવી રહ્યો છે.

ટોક્યો ઓલિમ્પિકની માટેની તૈયારીઓની દ્રષ્ટિએ ભારતીય હોકી ટીમનો ટ્રેનિંગ કેમ્પ માર્ચમાં બેંગ્લોરના SAI સેન્ટરમાં ચાલી રહ્યો હતો. આ દરમિયાન કોરોનાના કારણે લોકડાઉન લાગુ થયું અને તમામ ખેલાડીઓ બેંગ્લોરમાં જ ફસાઈ ગયા હતા. સાવચેતી ભાગ રૂપે SAI દ્વારા કેમ્પ પણ બંધ કરાયો હતો. ત્યારપછી UNLOCK- 1માં 19 જૂને ખેલાડીઓ પોતાના ઘરે પાછા ફર્યા હતા. ઉપરાંત તમામ ખેલાડીઓને ફરી જુલાઈમાં કેમ્પ માટે આવવાનું હતું, પરંતુ કર્ણાટકમાં લોકડાઉનમાં વધારો થવાના કારણે તેને ટાળવામાં આવ્યો હતો.

SAI ની મંજૂરી બાદ તમામ ખેલાડીઓ 4 ઓગસ્ટથી કેમ્પમાં સામેલ થયા હતા. ત્યારથી જ તમામ ખેલાડીઓ બે અઠવાડીયા માટે ક્વોરન્ટીન થયા છે. આ દરમિયાન ખેલાડીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કેમ્પ માટે પુરુષ ટીમના 32 તેમજ મહિલા ટીમના 25 ખેલાડીઓ SAI સેન્ટરમાં હાજર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *