ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે આવતા તહેવારોને ધ્યાન માં રાખી ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત હાઈકોર્ટે જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકો પાસેથી રૂપિયા 1000 નો દંડ કરવા આદેશ આપ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે રાજ્યની વડી અદાલતે આપેલા ચુકાદાનો રાજ્યમાં આવતી કાલથી અમલ કરવામાં આવશે. રાજ્યમાં આવતી કાલ મંગળવારથી જાહેરમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી રૂપિયા 1000 નો દંડ વસૂલવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દરેક નાગરિકોને અપિલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડ ભાડના કરે કેમકે કોરોના સંક્રમણ ભીડભાડથી વધારે વ્યાપક ફેલાય છે તેથી આવા સંક્રમણ ને અટકાવવા દરેક નાગરિકો ઘરમાં જ રહી ને તહેવારો માનવે તેવી વિનંતી મુખ્યમંત્રીએ કરી છે.