અમદાવાદમાં નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં લાગી આગ, ફાયરસેફટી ને લઈ રાજયમાં ખળભળાટ

અમદાવાદ શહેરમાં નવરંગપુરા સ્થિત કોરોનાની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટના સર્જાય હતી. જેમાં શ્રેય હોસ્પિટલને લઈને એક મહત્વનો ખુલાસો થયો છે. નવરંગપુરા માં આવેલ શ્રેય હોસ્પિટલને ફાયર સેફ્ટીનું સર્ટીફિકેટ મળ્યું નહોતું. ફાયર સેફ્ટીના સર્ટિફિકેટ વગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોવિડ હોસ્પિટલ બનાવવાની મંજૂરી આપી હતી.  આ ઘટનામાં ફાયર સેફ્ટી બાબતે મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં આખા અમદાવાદ શહેરમાં 2100 મોટી હોસ્પિટલો માથી માત્ર 91 ફાયર NOC જ હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

અમદાવાદ શહેરમાં આજે સવારે બનેલી ઘટનાની અસર રાજકોટ સહિતની જગ્યાએ જોવા મળી હતી. રાજકોટમાં આવેલી તમામ કોવિડ 19 હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની ચકાસણીનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરની 16 ખાનગી હોસ્પિટલોમાં પણ તપાસ કરવાના આદેશ આપી સાંજ સુધીમાં સમગ્ર રિપોર્ટ રજૂ કરવા માટે જણાવાયું છે.

અમદાવાદમાં થયેલી આ ઘટના બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ છે. કોવિડ 19 અને અન્ય હોસ્પિટલમાં પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેથી આવનાર સમયમાં હવે ફાયર સેફ્ટીને લઈ વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવશે. હોસ્પિટલમાં ફાયરના સાધનો અંગે સરકારે તપાસના આદેશ આપતા હોસ્પિટલ સત્તાધીશોમાં ખળભળાટ મચી ગયો છે. ફાયરસેફ્ટીની સુવિધાઓ ન ધરાવતી હોસ્પિટલોને સીલ કરવામાં આવશે.

ભાવનગરની 7 ખાનગી હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર વિભાગે 7 હોસ્પિટલને નોટીસ ફટકારતા ભાવનગરમાં ખડભડાટ મચી ગયો છે. ફાયર વિભાગની તપાસમાં ભાવનગરમાં 13 પૈકી 7 હોસ્પિટલમાં ફાયરની કોઈ વ્યવસ્થા ન હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં ફાયર NOC પણ નથી. જ્યારે અન્ય 6 હોસ્પિટલમાં ફાયરના પુરતા સાધનો ન હોવાની વાત સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *