બૉલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાનો કેસ હજુ અસમંજસ જ પડ્યો છે ત્યારે આજે વધુ એક અભિનેતાએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે. 2020નું વર્ષ દેશ હોય કે દુનિયા દરેક માટે આ વર્ષ ખરાબ નિવડ્યું છે. આ વર્ષમાં કેટલાક દિગ્ગજ આભિનેતાના મૃત્યુ થયા છે. અને કેટલાક અભિનેતાઓની આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.
કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે બોલિવૂડ અને ટીવી જગતના સિતારાઓની આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. સમાચાર મળેલ છે કે મુંબઈમાં ટીવી એક્ટર સમીર શર્માએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ટીવી એક્ટર સમીર શર્મા ક્યોંકિં સાસ ભી કભી બહુ થી, યે રિશ્તે હે પ્યાર કે, દિલ ક્યાં ચાહતા હે અને કહાની ઘર ઘર કી સિરિયલ માં કામ કરી ચૂક્યા છે.
મલાડ પોલીસના જણાવ્યા મુજબ, સમીરે આ વર્ષે ફેબ્રુઆરીમાં એપાર્ટમેન્ટમાં ભાડે ઘર લીધું હતું. રાત્રીના સમયે ચોકીદારે સમીર શર્માના મૃતદેહને લટકતો જોયો હતો. 44 વર્ષીય ટીવી એક્ટર સમીર શર્માએ બુધવારે રાતે મલાડમાં આવેલા નેહા સીએચએસ બિલ્ડિંગમાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.