અમદાવાદ બાદ સુરતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. સામાન્ય માણસોથી લઈને હવે રાજકીય નેતાઓ પણ કોરોનની ઝપેટ માં આવ્યા છે. સુરતમાં કોરોના વાયરસને લઈને આજે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ભાઈ પ્રકાશ પાટીલ કોરોનાથી સંક્રમિત થતાં મોટો ખળભળાટ મચી જવા પામ્યો છે.તેમજ પ્રકાશ પાટીલના ડ્રાઈવર ગુલાબ ભાઈનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે સુરતમાં પાટીલ પરિવાર હોમક્વોરન્ટાઈન થઈ ગયો છે. સોમવારે 198 કોરોના પોઝિટિવ કેસ નોધાયા છે.
ઉપરાંત સુરત શહેર ભાજપના પ્રમુખ નીતીન ભજીયાવાલા અને તેમની પત્નીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમજ કપડાની દુકાન, ટેક્ષટાઇલ માર્કેટના કર્મચારી, કલેકટર ઓફિસના કલાર્ક, ઇરીગેશન વિભાગના કર્મચારી, ટીચર, રીક્ષા ડ્રાઇવર સહિત અનેકના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.