ગૃહમંત્રી અમિત શાહને કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવનાર લોકોને ચેકઅપ કરાવવા કરી અપીલ

ભારતમાં કોરોના મહામારીનો કહેર વધી રહ્યો છે અને આ મહામારીમાં અનેક નામચીન હસ્તીઓ પણ સપડાયા છે. ત્યારે દેશનાં ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોનાની ઝપેટ માં આવ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમિત શાહે આ અંગે ટ્વીટ કરીને જણાવ્યુ છે.

http://

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે, ‘કોરોનાના શરૂઆતનાં લક્ષણો દેખાવા પર મે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત સારી છે, પરંતુ ડૉક્ટરોની સલાહ પર હૉસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું. તમારામાંથી જે પણ છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાને આઇસોલેટ કરી લે અને પોતાની તપાસ કરાવે.’

દેશમાં કોવિડ-19 આઉટબ્રેકની શરૂઆતથી જ ગૃહમંત્રી અમિત શાહ સતત દેખરેખ કરવા લાગ્યા હતા. રાજધાની દિલ્હીની સ્થિતને તેમણે પર્સનલી નિયંત્રણ કરી. તેમજ ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયનાં અધિકારીઓ સાથે સતત બેઠ કરીને કોવિડ-19ની સ્થિતિ પર અપડેટ લેતા હતા.

લૉકડાઉન બાદ દેશમાં અનલૉક પ્રક્રિયાને લઇને ગાઇડલાઇન્સ તૈયાર કરાવવામાં પણ અમિત શાહે મહત્વનુ યોગદાન આપ્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ એક દિવસ પહેલા જ લોકમાન્ય બાલ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથી પર આયોજિત કાર્યક્રમમાં ગયા થયા હતા. ત્યાં તેમની સાથે સ્ટેજ પર અન્ય લોકો પણ હાજર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *