પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં પુંછ જિલ્લાના કસ્બાકર્ની સેક્ટર અને બાલાકોટ સેક્ટરમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. બાલાકોટમાં નિયંત્રણ રેખા LOC પર પાકિસ્તાન દ્વારા અડધી રાત્રે કરાયેલ ફાયરિંગના કારણે એક ભારતીય જવાન શહીદ થયેલ છે. ભારતીય સેનાના જવાનોએ પણ પાકિસ્તાનના ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ડ્રોન ઉડતું જોયું હતું. ત્યારપછી સુરક્ષા દળોએ તે વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી પરંતુ હજુ સુધી કશું મળ્યાની જાણકારી સામે નથી આવી.
આ પહેલા બુધવારે પણ ઉરીમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાનના ગોળીબારમાં ભારતીય સેનાનો એક કુલી (પોર્ટર) શાહિદ થયો હતો. ઉરી સેક્ટરના લાચીપોરામાં બુધવારે સરહદ પારથી ગોળીબાર થતા સેનાના પોર્ટરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેના પહેલા પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતા સોમવારે ભારતીય સેનાએ વળતો જવાબ આપતા પાક સેનાનો જવાન માર્યો ગયો હતો અને અન્ય આઠ પાકિસ્તાની જવાન ઘાયલ થયા હતા.