કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની જનતાને એકજુથ થઈને લોકશાહીની રક્ષા માટે અવાજ ઉઠાવવા અપીલ કરી હતી.પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં જણાવ્યુ હતું કે, આવો લોકશાહીમાં એકજૂથ થઈને લોકશાહીની રક્ષા માટે જ અવાજ ઉઠાવીએ.
આ માટે રાહુલ ગાંધીએ #SpeakUpForDemocracy આવા હેશટેગનો ઉલ્લેખ પોતાની ટ્વિટમાં કર્યો હતો. રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ સાથે સંકળાયેલો એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.
आइए #SpeakUpForDemocracy में एकजुट होकर लोकतंत्र की रक्षा के लिए आवाज़ उठायें। pic.twitter.com/7v1UiOGGZj
— Rahul Gandhi (@RahulGandhi) July 26, 2020
રાહુલ ગાંધીએ #SpeakUpForDemocracyમાં રાજસ્થાન પ્રકરણ પર ભાર આપ્યો હતો. અને તેમણે આરોપ લાગયો હતો કે રાજસ્થાનમાં પૈસાના સહારે કોંગ્રેસ સરકારને અસ્થિર કરવા પ્રયત્ન થઈ રહ્યો છે. બે દિવસ પહેલા પણ રાહુલ ગાંધીએ રાજસ્થાન અંગે ટ્વિટ કરીને ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો લગાવ્યા હતા.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં જણાવ્યુ હતું કે, ‘દેશમાં બંધારણ અને કાયદાનું શાસન છે. સરકાર જનતાના બહુમતથી રચાય છે અને ચાલે છે. રાજસ્થાન સરકારને અસ્થિર કરવાનું ભાજપનું ષડયંત્ર સ્પષ્ટ છે. આ રાજસ્થાનના આઠ કરોડ લોકોનું અપમાન છે. રાજ્યપાલે વિધાનસભા સત્ર બોલાવવું જોઈએ જેથી દેશ સામે સત્ય રજૂ કરી શકાય.’
રાહુલ ગાંધીએ એક દિવસ પહેલા એટલે કે શનિવારે કેન્દ્ર સરકાર પર કોરોના વાયરસના સંકટ વચ્ચે નફો કમાવવાનો આરોપ મુકીને લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરો પાસેથી રેલવેનું ભાડું વસૂલીને કમાણી કરવામાં આવી રહી છે તેવું જણાવ્યુ હતું.
રાહુલ ગાંધીએ આ અંગે ટ્વિટ કરતાં જણાવ્યુ હતું કે, ‘બીમારીના વાદળ છવાયેલા છે. લોકો મુશ્કેલીમાં છે. ફાયદો લઈ શકો છો- સંકટને નફામાં ફેરવીને કમાણી કરી રહી છે ગરીબ વિરોધી સરકાર.’ કોંગ્રેસ ના પૂર્વા અધ્યક્ષે એક રિપોર્ટ અંગે ટ્વિટ કરીને આ ટિપ્પણી કરી હતી. રિપોર્ટ પ્રમાણે કોરોના ની ગંભીર મહામારીના સમયમાં પણ ભારતીય રેલવેએ શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા 428 કરોડ રૂપિયાની કમાણી કરી છે.