ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે મણિપુરને નવી ભેટ આપી હતી. હર ઘર જલ મિશન હેઠળ અહીં વોટર સપ્લાય પ્રોજેક્ટનો પાયો નાખ્યો છે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં જણાવ્યુ કે, કોરોના મહામારીમાં પણ દેશ રોકાયો નથી, દેશ થાક્યો નથી, જ્યાં સુધી વેક્સિન આવે નહીં ત્યાસુધી આપણે મજબૂતીથી લડતા રહેવુ પડશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે, કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને સતત મદદ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોરોના સામે લડવામાં કાર્યરત છે. રાજ્યમાં અંદાજે 25 લાખ લોકોને મફત અનાજ નો લાભ મળ્યો છે. દોઢ લાખથી પણ વધારે મહિલાઓને મફત ગેસ સિલિન્ડર મળ્યા છે.તેમજ રોજ એક લાખ જેટલા પાણીના કનેકન્શન આપવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ અપાવ્યો કે પૂર્વોત્તરમાં પૂર પ્રભાવિત રાજ્યોને કેન્દ્ર તરફથી સતત મદદ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે આજના જળ પ્રોજેક્ટથી ના માત્ર વર્તમાન પરંતુ ભવિષ્યની પેઢીને પણ ફાયદો થશે. શુદ્ધ પાણીથી માત્ર તરસ છીપાશે એવુ નથી, લોકોના સ્વાસ્થ્ય ને સારું રાખવા અને રોજગારી પણ મળશે.
પ્રધાન મંત્રી મોદી એ જણાવ્યુ હતું કે, ગત વર્ષે જ્યારે જળ જીવન મિશનની શરૂઆત થઈ રહી હતી ત્યારે મે જણાવ્યુ હતુ કે આપણે અગાઉની સરકારની સરખામણીએ ઝડપથી કામ કરવુ પડશે. અમારૂ લક્ષ્ય 15 કરોડ પરિવારો સુધી પાણી પહોંચાડવાનુ હતુ. લોકડાઉનના સમયમાં ગામે-ગામ પાઈપલાઈન ગોઠવવામાં આવી છે. સરકાર તરફથી નાગરિકોને જીવન જીવવાની સારી સુવિધાઓ આપવાનુ કામ કરવામાં આવી રહ્યુ છે.
સંબોધન દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી બિરેન સિંહે કહ્યુ કે રાજ્ય સરકારના માત્ર એક પત્ર પર જ PMO આ પરિયોજનાને મંજૂરી આપી દીધી. કેન્દ્ર તરફથી રાજ્યને સતત મદદ મળી રહી છે.
पिछले वर्ष जब देश में जल जीवन मिशन की शुरुआत हो रही थी, तभी मैंने कहा था कि हमें पहले की सरकारों के मुकाबले कई गुना तेजी से काम करना है।
जब 15 करोड़ से ज्यादा घरों में पाइप से पानी पहुंचाना हो, तो एक पल के लिए भी रुकने के बारे में सोचा नहीं जा सकता: PM @narendramodi— PMO India (@PMOIndia) July 23, 2020
મણિપુર વોટર સપ્લાય પ્રોજેક્ટ 2024 સુધી પ્રત્યેક ગ્રામીણ પરિવારને સુરક્ષિત અને પૂરતા પ્રમાણમાં પેયંજળ ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્રના જળ જીવન મિશનનો ભાગ છે. કેન્દ્ર એ મણિપુરને 1,42,749 ઘરો સાથે 1,185 વસતીઓને કવર કરવા માટે ઘરેલુ નળ કનેક્શન માટે આર્થિક મદદ કરી છે.
ભારત માં રોકાણ માટેનો શ્રેષ્ઠ અવસર: PM મોદી
नेशनल बैंबू मिशन के तहत बैंबू किसानों, हैंडीक्राफ्ट से जुड़े आर्टिस्ट्स और दूसरी सुविधाओं के लिए सैकड़ों करोड़ रुपए का निवेश किया जा रहा है। इससे नॉर्थ ईस्ट के युवाओं को, यहां के स्टार्ट अप्स को लाभ होगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 23, 2020
રાજ્ય સરકારે ધનના વધારે સ્ત્રોતોના માધ્યમથી બાકીના ઘરને પણ કવર કરવાની યોજના બનાવી છે. જેમાં પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ વિભાગથી ફંડ પણ સામેલ છે. બાહરી ભંડોળથી આ પરિયોજનાને ગ્રેટર ઈમ્ફાલ યોજના ક્ષેત્રના 16 જિલ્લામાં 2,80,756 ઘરોને કવર કરતા 25 કસ્બા અને 1,731 ગ્રામીણ વસતીઓમાં ઘરેલુ નળ કનેક્શન પ્રદાન કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.