કોરોના મહામારીમાં પ્લાઝમા થેરાપીના પ્રોત્સાહન માટે અમદાવાદ શહેરની SVP હોસ્પિટલે મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધતા જાય છે, ત્યારે તેમની ઝડપી અને સચોટ સારવાર માટે પ્લાઝમા થેરાપીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી SVP હોસ્પિટલે એક મહત્વની જાહેરાત કરી છે. પ્લાઝમા ડોનરના પરિવારના 4 સભ્યોને વર્ષમાં એકવાર ફ્રીમાં ફુલ બોડી ચેકઅપ અને સર્ટિફિકેટ આપવામાં આવશે.
અત્યાર સુધી આ યોજના હેઠળ 10 લોકોને યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. મ્યુનિ.એ પ્લાઝમા ડોનરને પ્રોત્સાહન આપવા જાહેરાત કરી છે કે, કોરોના દર્દીઓના જીવ બચી શકે તેમજ તેઓ જલ્દી સાજા થાય તે માટે પ્લાઝમા બેંક ઊભી કરવી આવશ્યક છે. યોગ્ય પ્લાઝમા ડોનર દ્વારા આપવામાં આવેલા પ્લાઝમા સ્ટોર કરવામાં આવે છે.
અમદાવાદ શહેર ની SVP હોસ્પિટલમાં અત્યાર સુધી 2626 દર્દી સારવાર લઈને પરત ફર્યા છે.તેમાથી ફક્ત 35 દર્દીઓએ જ પ્લાઝમા ડોનેટ કર્યુ છે. અત્યાર સુધી એસવીપી હોસ્પિટલમાં બે રેસીડન્ટ ડોક્ટરે બે-બે વખત પ્લાઝમાં ડોનેટ કરી ચુક્યા છે. સામાન્ય રીતે 15 દિવસમાં બે વખત પ્લાઝમાં ડોનેટ કરી શકાય છે.
કોરોના સામેના જંગમાં લોકો ભાગીદાર બને SVP હોસ્પિટલ દ્વારા લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ કરવામાં આવી છે. જેના માટે તેઓએ jigna.uds@svphospital.com ઈમેલ કરી, 079 26435000 અથવા 9510214660 પર ફોન કરી જાણ કરી પ્લાઝમા ડોનેટ કરી શકે છે.
બીજી તરફ કોરોનામાં દર્દીઓના નિદાન માટે પ્લાઝમાં થેરાપી શરૂ કરવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દેશમાં એસવીપી હોસ્પિટલને સૌપ્રથમ મંજૂરી આપી હતી. જોકે એસવીપી હોસ્પિટલને અત્યાર સુધી માંડ 35 જ પ્લાઝમાં ડોનર મળી શક્યા છે જેમાં બે ડોક્ટર છે. તેની સરખામણીએ સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં 34થી વધારે લોકોએ લોકોએ પ્લાઝમાં ડોનેટ કર્યું છે જેમાં 27 ડોક્ટરો છે.