ભારત માં એડવાન્સ ટેક્ષ ભરવામાં ગુજરાત અવ્વલ રૂ. 21790 કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો

રૂપિયા ૨૧૭૯૦ કરોડના એડવાન્સ ટેક્સની ચુવકણી સાથે ગુજરાત દેશમાં એડવાન્સ ટેક્સ ચુકવવામાં લગભગ અવ્વલ રહ્યું છે. દિલ્હી અને મુંબઇવાસીઓ પણ મોટા પ્રમાણમાં એડવાન્સ ટેક્સ ચુકવ્યો છે. ગુજરાત આયકર વિભાગને ચાલુ હિસાબી વર્ષે રૂપિયા ૪૭૪૪૦ કરોડનો ટાર્ગેટ સોંપવામાં આવ્યો હતો. જે પૈકી રૂપિયા ૪૩૫૦૦ કરોડનો આંકડો તા. ૧૯મી માર્ચ સુધી પાર થઇ ગયો છે.

૧૦ દિવસમાં બાકીના રૂપિયા ૩૯૪૦ કરોડનો ટેક્સ ઉઘરાવવાનો બાકી છે. જે રીતે કામ ચાલી રહ્યું છે તે જોતા સરકારે આપેલ ટાર્ગેટ ડિપાર્ટમેન્ટ પુરો કરી દેશે તેમ અધિકારીઓ જણાવી રહ્યા છે. એડવાન્સ ટેક્સ માટે આયકર વિભાગના અધિકારીઓએ કોર્પોરેટ્સ, પેઢીઓ. વેપારીઓ ઉદ્યોગપતિઓ ઉપર ખાસ્સુ દબાણ કરતાં એડવાન્સ ટેક્સ મોટા પ્રમાણમાં જમા થયો છે. ગુજરાતમાં પણ એડવાન્સ ટેક્સ જમા કરાવવામાં અમદાવાદ અને સુરતના લોકો મોખરે રહ્યા છે.

ચાલુ વર્ષે ૧૯મી માર્ચ સુધી જમા થયેલા રૂપિયા ૪૩૫૦૦ કરોડના ટેક્સ પૈકી એડવાન્સ ટેક્સના ૨૧૭૯૦ કરોડ અને TDSના રૂપિયા ૧૬૫૦૦ કરોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આયકર વિભાગની ટીમે વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં પાડેલા દરોડા અને સર્ચમાં પણ કરોડો રૂપિયાનો ટેક્સ વસુલ થયો છે. નોટબંધી બાદ લોકોએ પોતાની પાસેના કાળાં નાણાં ઠેકાણે પાડવા માટે આ રૂપિયાનું રોકાણ પ્રોપર્ટીમાં કરી દીધું હતું. જ્યારે લોકોના ખાતાઓમાં જમા કરાવી જુની નોટોને ઠેકાણે પાડી દેવાઇ હતી.

આ તમામ ખેલથી માહિતગાર આયકર વિભાગની ટીમે નોટબંધી બાદ જે ખાતામાં ક્યારેય હજારો રૂપિયા ન હોય તેવા ખાતાઓમાં લાખો રૂપિયાના ટ્રાન્જેક્શન થઇ ગયા હતા. તેવા ખાતાઓની ‘ઓપરેશન ક્લીન મની’ અંતર્ગત તપાસ કરીને કરોડો રૂપિયાના કરચોરી શોધી કાઢી છે. આ ઉપરાંત ચાલુ વર્ષ જ અમલમાં આવેલા બેનામી પ્રોપર્ટી એક્ટ અંતર્ગત પણ રાજ્યમાં કરોડો રૂપિયાની બેનામી પ્રોપર્ટી આઇડેન્ટીફાઇ કરી તેને ટાંચમાં લેવામાં આવી છે. આ કવાયતને લઇને ચાલુ વર્ષે ખાસ્સો ટેક્સ વસુલ થયો છે.

આયકર વિભાગના અધિકારીઓ ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે થયેલી કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું. કે ગયા વર્ષે ૧૯મી માર્ચ સુધી રૂપિયા ૧૯૯૩૦ કરોડનો એડવાન્સ ટેક્સ જમા થયો હતો. જેના બદલે ચાલુ વર્ષે વધીને રૂપિયા ૨૧૭૯૦ કરોડ થયો છે. જયારે ગયા વર્ષે TDSનીર રૂપિયા ૧૫૫૯૦ કરોડ સરકારી તિજોરીમાં જમા થયા હતા. જે વધીને ચાલુ વર્ષ ૧૯મી માર્ચ સુધી TDSના રૂપિયા ૧૬૫૦૦ કરોડ જમા થઇ ગયા છે. ચાલુ વર્ષે TDSનો ટાર્ગેટ રૂપિયા ૧૭૭૫૦ કરોડ છે. બાકીની રકમ પણ હિસાબી વર્ષના અંત સુધીમાં સરકારી તિજોરીમાં જમા થઇ જાય તેના માટે અધિકારીઓ કામે લાગી ગયા છે.

મોટા બિલ્ડરો, ઝવેરીઓ વેપારીઓ અને ફાઇનાન્સરો ટાર્ગેટ પર

આયકર વિભાગે કરચોરો ઉપર ધાક બેસાડવા માટે છેલ્લા એકાદ મહિનાથી રાજ્યના મહાનગરોમાં મોટા માથાઓને ટાર્ગટ બનાવ્યા છે. જેમાં અમદાવાદના મોટા બિલ્ડરો અને ડેવલપરોની સંખ્યાબંધ પ્રિમાઇસીસ પર દરોડા પાડીને કરોડો રૂપિયાની કરચોરી શોધી કાઢી છે. તેવી જ રીતે સુરતના મોટા બિલ્ડર ગૃપ હેપ્પી હોમ અને ઘણા જ્વેલર્સ ઉપરાંત વડોદરાના પણ મોટા ગૃપ પર દરોડા પાડીને તપાસ દરમિયાના કરોડો રૂપિયાની કરચોરી શોધી કાઢી છે.

ચાલુ વર્ષે ૧૩,૬૩,૯૫૬ કરદાતા વધી ગયા.નોટબંધી બાદ દેશભરમાં કરદાતાઓની સંખ્યામાં ખસ્સો વધારો થયો છે. જેમાં પણ ગુજરાત અગ્રેસર છે. ચાલુ વર્ષે ગુજરાતમાં ૧૩,૬૩,૯૫૬ કરદાતા વધ્યા હોવાનું આયકર વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે. જો કે નવા હિસાબી વર્ષથી આ સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. આયકર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ગયા હિસાબી વર્ષમાં કૂલ ૩૧,૭૨,૨૦૫ કરદાતાઓએ રીટર્ન ફાઇલ કર્યું હતું. જ્યારે ચાલુ વર્ષે રીટર્ન ફાઇલ કરનાર કરદાતાઓની સંખ્યા ૪૫,૩૬,૧૬૧ થઇ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *