આઈપીએલ માં ચેન્નાઈ ની મેચ જોવા માટે બ્લેક કપડાં પહેરવા પર પ્રતિબંધ

કાવેરી વિવાદના કારણે તમિલનાડુ અને કર્ણાટકમાં વિવાદ વધી રહ્યો છે. જેના પછી આઈપીએલની મેચો પર પણ તેની અસર જોવા મળી શકે છે. આ અંગે જ્યારથી સાઉથ ના સુપર સ્ટાર રજનીકાંતે અપીલ કરી છે, ત્યારથી ચેન્નઈમાં આજે રમાનારી મેચને લઈને સંકટ નજર આવી રહ્યું છે. રવિવારે તમિલનાડુની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા દિગ્ગજોએ કાવેરી પ્રબંધન બોર્ડ તથા કાવેરી જલ નિયમન સમિતિની રચનાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કર્યું છે.

આ દરમિયાન સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું કે, તમિલનાડુ કાવેરી જળ વિવાદને લઈને આંદોલન કરી રહ્યું છે તે સ્થિતિમાં ચેન્નઈમાં IPL ન થવી જોઈએ. તેમજ જો મેચ રમવામાં પણ આવે તો ચેન્નઈના ખેલાડીઓ હાથમાં કાળી પટ્ટી બાંધીને રમવું જોઈએ.

આ મામલે ચેન્નઈ પોલીસે પણ સાવચેતની પગલાં ભરતાં મહત્વનો નિર્ણય લેતાં નક્કી કર્યું છે કે, ચેન્નઈમાં યોજાનારી મેચમાં કાળા કપડાંને સંપૂર્ણ રીતે પ્રતિબંધ કરી દેવામાં આવશે. પોલીસે બોર્ડે કહ્યું, કોઈપણ કાળા કપડા પહેરેલી વ્યક્તિને સ્ટેડિયમમાં પ્રવેશ આપવો નહીં. આ સાથે ચેન્નઈ પોલીસે તે વાતનું આશ્વાસન આપ્યું કે IPL ની મેચો દરમિયાન વિરોધથી બચવા માટે સેકન્ડ લેયર સુરક્ષા આપવામાં આવશે.

બીજી તરફ તમિલનાડુના ઘણા સંગઠનોએ ચેન્નઈની ટીમના ખેલાડીઓને ધમકી ભરેલા અંદાજમાં કહ્યું કે, જો તેણે મેચોનો બહિષ્કાર ન કર્યો તો તેની સાથે જે થશે તે માટે તેઓ જ જવાબદાર રહેશે. તેમજ તમિલ ફિલ્મ ડાયરેક્ટર પરિષદ તથા દક્ષિણ ભારત ફિલ્મ કર્મચારી સંઘના સભ્યોએ રવિવારે આયોજીત સંમેલનમાં ભાગ લીધો હતો.

તે વિરોધ પ્રદર્શનમાં પ્રમુખ અભિનેતાઓ, જેમ કે સાઉથ ના સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હસન સહિત ફિલ્મ તથા સંગીત તથા બીજા ટેકનિશયનોએ ભાગ લીધો હતો. તે જોતાં આજે ચેન્નાઈમાં ચિદ્દમબરમ સ્ટેડિયમ પર યોજાનારી મેચમાં ભારે સુરક્ષા ગોઠવવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *