ટીમ ઇન્ડિયાનાં ક્રિકેટર રિદ્ધિમાન સાહાએ આઇપીએલ શરૂ થાય તે પહેલા જ પોતાના વિસ્ફોટક ઇરાદાઓ જણાવી દીધા છે. કોલકાતમાં જેસી મુખરજી ટ્રોફી ની એક ક્લબ મેચ રમતા સમયે તેણે 20 બોલમાં 102 રન ફટકાર્યા છે. શનિવારે કોલકાતાનાં જેસી મુખરજી ટ્રોફી ટૂર્નામેન્ટમાં મોહન બાગાન અને બીએનઆર રિક્રિએશન ક્લબ બંને ટીમ વચ્ચે મેચ રમાઈ હતી.
ભારતીય ટીમ નો ખિલાડી રિદ્ધિમાન સાહા પણ આ ટૂર્નામેન્ટમાં મોહન બાગાન ટીમનો ભાગ છે. બુધવારે મોહન બાગાન વિરૂદ્ધ બીએનઆર રિક્રિએશન ક્લબની ટીમે 7 વિકેટ પર 151 રન બનાવી લીધા હતા. જેના જવાબમાં મોહન બાગાનની ટીમ તરફથી ઇનિંગ્સની શરૂઆત રિદ્ધિમાન સાહાએ કરી હતી. મોહન બાગાનની ટીમે 7 ઓવરમાં જ મેચ લીધી હતી. માનવું મુશ્કેલ છે પરંતુ જી હા, રિદ્ધિમાન સહાએ માત્ર 20 બોલમાં 102 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને 10 વિકેટથી જીત અપાવી દીધી.
જેસી મુખરજી ટ્રોફી ની આ મેચ માં રિદ્ધિમાન સાહાએ 20 બૉલમાં 102 રન બનાવ્યા, જેમા તેને 4 ચોગ્ગા અને 14 સિક્સર ફટકારી હતી. તેણે 510ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતાં. તેના સાથી ખિલાડી શૂભોમોય દાસે 22 બોલમાં 43 રન બનાવ્યા હતાં. જેમા 6 ફોર 2 સિક્સર મારી હતી. બંન્નેએ મેચ 7 ઓવરમાં જ પૂર્ણ કરી દીધી હતી.
તમને જણાવી દઇએ કે, રિદ્ધિમાન સાહાને આ વર્ષે આઇપીએલમાં હેદરાબાદ સનરાઇઝે 5 કરોડમાં ખરીદ્યો છે. 33 વર્ષિય આ વિકેટ કિપર બેસ્ટમેન હાલમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ટિમ ઇન્ડિયાનો ભાગ પણ હતો પરંતુ હવે રિદ્ધિમાન સાહાની આ વિસ્ફોટક ઇનિંગ્સે આઇપીએલનો રોમાન્ચ બે ઘણો કરી દીધો છે.