આંબેડકર જયંતી પર રેપ મામલે આપેલા નિવેદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના સેન્ટ્રલ હોલ વેસ્ટમિંસ્ટરમાં ‘ભારતકી બાત, સબકે સાથે’ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.આ કાર્યક્રમમાં દૂષ્કર્મની ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને તેમણે દિકરાઓને પણ સવાલ કર્યાં હતા. અહીં તેમણે એક બાજુ તેમણે સર્જિકલ સ્ટ્રાઈક માટે ભારતીય સેનાના વખાણ પણ કર્યા હતા. તો બીજી બાજુ ચીન અને પાકિસ્તાન ઉપર પણ પ્રહાર કર્યા હતા. તે સાથે જ પીએમ મોદીએ તેમના શાસનકાળામાં શરૂ થયેલી જનકલ્યાણકારી કામોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, કેવી રીતે દેશની સામાન્ય જનતાને તેનો ફાયદો મળી રહ્યો છે.
દૂષ્કર્મ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઠુઆ રેપ પીડિતાને લઇને કહ્યું કે આ મામલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ ન હોવો જોઇએ. કલ્પના કરી શકીએ છીએ કે કેટલી નાની બાળકી સાથે બળાત્કાર થયો છે. આ કેટલી દર્દનાક ઘટના છે. તો અત્યારે આપણે શું કહીશું કે- તમારી સરકારમાં આટલા બળાત્કાર થતા હતા અને અમારી સરકારમાં ઓછા થાય છે. આ સારી વાત નથી. રેપ તો રેપ હોય છે. એક દીકરી સાથે આવો અત્યાચાર કેવી રીતે સહન કરી શકાય.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમારી સરકાર પાસેથી લોકોને અપેક્ષા વધારે છે. કારણકે તેમને ખબર છે કે આ સરકાર તેમની અપેક્ષાઓ પૂરી પણ કરી શકે છે. તાજેતરમાં દેશમાં સગીરા સાથે થતી રેપની ઘટનાઓ વિશે દુખ વ્યક્ત કરતા મોદીએ કહ્યું હતું કે, આ માત્ર વ્યક્તિની નહીં પણ સમાજની પણ બુરાઈ છે. તેમણે કહ્યું કે, આ પ્રમાણેની ઘટનાઓ વિશે રાજકારણ ન થવું જોઈએ. આ ખૂબ દર્દનાક ઘટના છે. આ સમયે તમારી સરકારમાં આટલા રેપ થયા અને અમારી સરકારમાં ઓછા થયા તેવી વાત ન કરવી જોઈએ. નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં મોદીએ લોકો સાથે 2 કલાક સુધી વાતચીત કરી હતી. આ દરમિયાન મોદીને સરકારની પોલિસી, હેલ્થ, સરકારના કામ-કાજના ઘણાં મુદ્દાઓ વિશે સવાલ કરવામાં આવ્યા હતા.
નરેન્દ્ર મોદી એ વધુમાં જણાવ્યુ હતું કે, મે લાલકિલ્લા ઉપરથી પણ આ વાત કરી હતી. હંમેશા દીકરીઓને જ બધાને સવાલ પૂછવામાં આવે છે. ક્યારેક દીકરાને પણ પૂછવુ જોઈએ કે ક્યાં ગયો હતો. આ દેશ માટે એક ચિંતાનો વિષય છે. કેમકે આ પાપ કરનાર પણ કોઈનો દીકરો જ છે. તેના ઘરમાં પણ મા હોય છે.
– તમે કલ્પના કરી શકો છો કે આઝાદીના આટલા વર્ષો પછી ભારતમાં સેનિટેશનનું કવર 35-40 ટકાની આસપાસ છે. ગરીબ મા શૈચાલય જવા માટે સુરજ ઉગે તે પહેલાં ઉઠે અને દિવસ દરમિયાન જવુ હોય તો સાંજ પડેતેની રાહ જોવે. શું આપણે ટોયલેટ ન બનાવી શકીએ? આ સવાલ મને ઉંઘવા નહતો દેતો. આ લાગીણી પણ મે લાલકિલ્લા પર વ્યક્ત કરી અને દેશની જનતાએ મને સાથ આપ્યો. હાલ 3 લાખ ગામ ખુલ્લામાં શૈચ મુક્ત બની ગયા છે.
રેલવેમાં વરિષ્ઠ નાગરિકોને ટીકીટમાં છૂટ આપવામાં આવે છે આ અંગે પીએમ મોદીએ કહ્યું કે વરિષ્ઠ નાગરિકોને રેલવેમાં છૂટ મળે છે. મે અધિકારીઓને કહ્યું કે તમે રિઝર્વેશન ફોર્મમાં લખો કે લોકો પોતાની સબસીડી છોડે. મે વડાપ્રધાન પદ પરથી અપીલ પણ નહોતી કરી છતાં એસી કોચમાં મુસાફરી કરનાર 40 ટકા લોકોએ સબસીડી છોડ.
પરોક્ષ રીતે કોંગ્રેસ પર નિશાન તાકતા પીએમ મોદીએ કહ્યું કે લોકો એમ કહેતા હતા કે મને પીએમ બનાવો તો હું 9ની જગ્યાએ 12 સબસીડી સિલેન્ડર આપીશ. મે કહ્યું કે તમે સબસિડી છોડી દો તો દેશની સવા કરોડ જનતાથી વધારે પરિવારે સબસિડી છોડી દીધી.
પીએમ મોદીએ કહ્યું લોકશાહીની આ જ કમાલ છે આજે રોલ હોલમાં એક ચા વેચનાર પણ તમારા લોકોની વચ્ચે પહોંચી શકે છે. લોકશાહીમાં જનતા ઇશ્વરનું સ્વરૂપ છે.
સેન્ટ્રલ હોલમાં વડાપ્રધાન મોદીના ભાષણના મુખ્ય અંશ
– જીવનમાં આવેલા પડકારોથી હું ઘણું બધુ શીખ્યો છું. જીવન માત્ર પોતાના માટે નહીં, બીજા માટે પણ હોય છે.
– મે પુસ્તક વાંચીને ગરીબી નથી શીખી, હું જીવન જીવીને ગરીબીને જાણું છું. ગરીબી હટાઓની નારેબાજી કરવાથી ગરીબી ન હટાવી શકાય.
– અમારી સરકારે 18 હજાર ગામમાં વીજળી પહોંચાડી દીધી છે, દેશમાં ટોયલેટની સમસ્યાએ મને શાંતિથી ઉંઘવા નહતો દીધો.
– 3 લાખ ગામમાં ટોયલેટની સમસ્યા ખતમ થઈ ગઈ છે. 70 વર્ષ પછી પણ 4 કરોડ પરિવાર આજે પણ વીજળી વગર જીવે છે.
– નાની દીકરી સાથે બળાત્કાર દર્દનાક છે. ચિંતાજનક છે. મે લાલ કિલ્લા પરથી પૂછ્યું હતું કે, દીકરાઓને સવાલ કેમ નથી પૂછતા.
– બળાત્કાર પર રાજકારણ ન થવું જોઈએ, મારી સરકારમાં આટલા, તમારી સરકારમાં આટલા રેપ… તે ઠીક વાત નથી.
– નોટબંધી પર મને વિશ્વાસ હતો કે દેશ ઈમાનદારી માટે ઝઝુમી રહ્યો છે. મને વિશ્વાસ હતો કે, મારો દેશ મુશ્કેલી સહન કરવા માટે તૈયાર છે.
– મોદી તો નિમિત છે. કોઈકને તો પથ્થર મારવાના હતા જ, કોઈના ઉપર તો કચરો ફેંકવાના જ હતા, કોઈકને તો ગાળો દેવાના જ હતા…. મારું સૌભાગ્ય છે આ બધુ મારા ખાતામાં આવ્યું છે.
– મારી નિંદા કરતા લોકો મને સજા આપે, દેશને નહીં. હું દરેક પ્રકારની ઠોકરો ખઈને અહીં સુધી પહોંચ્યો છું, જે લોકો મારા પર પથ્થર ફેંકે છે હું તેનો જ બ્રિજ બનાવીને તેના ઉપર ચડુ છું.
– લડવાની તાકાત નથી અને પીઠ પર હુમલો કરે છે, મોદી તેમને તે જ ભાષામાં જવાબ આપે છે. દુશ્મનોને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે.
– સર્જિકલ સ્ટ્રાઈકની વાત કોઈનાથી છુપાયેલી નથી. સર્જિકલ સ્ટ્રાઈક ભારતીય સેનાનું પરાક્રમ છે. આતંક ફેલાવા વાળાને ખબર પડવી જોઈએ કે ભારત બદલાઈ ગયું છે.