બોલિવુડ સ્ટાર (દબંગ ખાન) સલમાન ખાન પર ગુરૂવારના રોજ એટલે કે આજે કાળીયાર કેસમાં જોધપુર કોર્ટનો ચુકાદો આવવાનો છે. આ કેસમાં બોલીવુડના એક્ટર સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, અને સોનાલી બેંદ્રે સંકળાયેલા છે. ૧૯૯૮ના આ કેસમાં જોધપુર કોર્ટ ગુરૂવારના રોજ નિર્ણય સંભળાવશે. સલમાન ખાન, સૈફ અલી ખાનની સાથે તમામ એક્ટર ચુકાદો સાંભળવા માટે જોધપુર પહોંચી ચૂકયા છે.
થોડીક વારમાં બોલીવુડના સલમાન ખાન સહિત બીજા સ્ટાર્સ પણ જોધપુર કોર્ટ પહોચશે. કાંકાણી કાળીયાર કેસમાં ચુકાદાનો સમય હવે આવી ગયો છે. જજ દેવ કુમાર ખત્રી જોધપુર કોર્ટમાં પહોંચી ગયા છે. કોઇપણ સમયે ચુકાદો આવી શકે છે. ૨૦ વર્ષ જૂના કળા હરણના શિકારના કેસમાં સલમાન ખાન પર અને બોલીવુડના બીજા એક્ટર પર આજે નિર્ણયનો દિવસ છે. કાળીયાર કેસમાં દોષિત જાહેર થવા પર ૬ વર્ષ સુધીની સજા થઇ શકે છે.કોર્ટના નિર્ણય પહેલાં સલમાન ખાનની આંખોમાંથી ઉંઘ ગાયબ થઇ ગયી હતી,સલમાન ખાન જોધપુરની તાજ પેલેસ હોટલમાં રોકાયો હતો, જોકે સલમાન ખાન આ હોટલ માં આખી રાત જાગતો જોવા મળ્યો હતો. સલમાન ખાનના પિતા સલીમ ખાનને કોર્ટના નિર્ણય અંગે સવાલ પૂછવામાં આવતા તેમને બોલવાની સ્પષ્ટ રીતે ના પાડી દીધું હતું.
આ કેસમાં આવશે ચુકાદો
હરણના શિકારનો ત્રીજો કેસ કાંકાણી ગામમાં ૧-૨ ઑકટોબર ૧૯૯૮ની રાત્રે બે કાળા હરણના શિકારનો છે. આરોપ મુજબ સલમાન ખાન અને તેના સાથીઓએ ૧-૨ ઑક્ટોબર ૧૯૯૮ની રાત્રે કાંકાણી ગામમાં બે કાળા હરણનો શિકાર કર્યો હતો. જોધપુર કોર્ટમાં ગુરૂવારના રોજ આ કેસમાં નિર્ણય સંભળાવશે. આ કેસ આર્મ્સ એકટમાં વધારાની કાર્યવાહીને કારણે જુલાઇ ૨૦૧૨થી વિલંબિત છે.
શું છે આરોપ?
૧૯૯૮મા ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મના શુટિંગ દરમ્યાન ફિલ્મની કાસ્ટના કેટલાંક લોકોએ કાળા હરણનો શિકાર કર્યો હતો. આ કેસમાં બોલીવુડના એક્ટર સલમાન ખાન પર આરોપ મુકવામાં આવ્યો છે કે તેમણે જે બંદૂકથી કાળા હરણનો શિકાર કર્યો તે બંદૂકનું લાઇસન્સ પણ તેમની પાસે નહોતું. જો કે જાન્યુઆરી ૨૦૧૭મા આર્મ્સ એકટ સાથે જોડાયેલા આ કેસમાં સલમાનને જોધપુર કોર્ટે નિર્દોષ છોડી દીધો હતો. આ કેસ સાથે જોડાયેલા બે બીજા કેસમાં સલમાન ખાનને રાજસ્થાન હાઇકોર્ટે જુલાઇ ૨૦૧૬મા પુરાવાના અભાવમાં નિર્દોષ છોડી દીધા હતા. તેની વિરૂદ્ધ રાજસ્થાન સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ત્રીજો કેસ રાજસ્થાનના કાંકાણી ગામમાં ૧-૨ ઑક્ટોબર ૧૯૯૮ની રાત્રે બે કાળા હરણના શિકારનો છે.
શું મામલો છે હરણના શિકારનો
કાળીયાર કેસમાં સલમાન ખાનને પહેલી વખત ૧૭મી ફેબ્રુઆરી ૨૦૦૬ ના રોજ જોધપુરની નીચલી કોર્ટે એક વર્ષની સજા સંભળાવી હતી. આરોપ છે કે જોધપુરની પાસે આવેલા ભવાદ ગામમાં ૨૬-૨૭મી સપ્ટેમ્બર ૧૯૯૮ની રાત્રે શિકાર કર્યો હતો. સલમાન ખાન પર હરણના શિકારના કુલ ચાર કેસ નોંધાયેલા હતા. ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શુટિંગ દરમ્યાન સપ્ટેમ્બર-ઑક્ટોમ્બર ૧૯૯૮ દરમ્યાન સલમાન સહિત અન્ય અભિનેતાઓ પર આરોપ છે. આ કેસમાં સલમાન ખાનની સાથે સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રૈ, અને નીલમ પર પણ શિકાર માટે સલમાનને ઉશ્કેરવાનો આરોપ છે.બોલીવુડ ના સ્ટાર સલમાન ખાન સહિત બીજી આરોપીઓ પર મથાનિયા અને ભવાદમાં બે ચિંકારાના શિકારના બે અલગ-અલગ કેસ, કાંકાણીમાં હરણ શિકાર મામલો અને લાઇસન્સ સમાપ્ત થયા બાદ પણ રાયફલ રાખવાનો આરોપ છે.
૨૦૦૬મા સલમાનને ૫ વર્ષની સજા થઇ હતી
સલમાન ખાનને કાળા હરણના શિકાર કેસમાં ૧૦ એપ્રિલ ૨૦૦૬ના રોજ ૫ વર્ષની સજા થઇ હતી. શિકારનો આ કેસ જોધપુરના મથાનિયાની પાસે ઘોડા ફાર્મમાં ૨૮-૨૯ સપ્ટેમ્બર ૧૯૯૮ની રાતનો છે. પરંતુ બાદમાં જોધપુર હાઇકોર્ટમાંથી જામીન મળી ગયા. ૨૫ જુલાઇ ૨૦૧૬ના રોજ રાજસ્થાન હાઇકોર્ટે સલમાનને નિર્દોષ જાહેર કરી દીધો હતો. આ કેસમાં કુલ ૧૨ આરોપીઓનો સમાવેશ હતો.
સલમાન ખાને એક સપ્તાહ જેલમાં ગુજાર્યો
કાળા હરણ શિકારના આ ચર્ચિત મામલામાં સલમાન ખાન એક સપ્તાહ માટે જેલમાં પણ રહી ચૂકયો છે. નીચલી કોર્ટે સલમાન ખાનને દોષિત ગણાવતા બે અલગ-અલગ કેસમાં એક અને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. સલમાનની વિરૂદ્ધ સપ્ટેમ્બર ૧૯૯૮માં વન્યજીવ સંરક્ષણ અધિનિયમની કલમ ૫૧ની અંતર્ગત કેસ નોંધાયો હતો.
ઘોડા ફાર્મ હાઉસ શિકાસ કેસમાં સલમાનને ૧૦થી ૧૫ એપ્રિલ ૨૦૦૬ સુધી ૬ દિવસ જોધપુર સેન્ટ્રલ જેલમાં રહેવું પડ્યું. સેશન્સ કોર્ટ દ્વારા આ સજાની પુષ્ટિ કરવા પર સલમાનને ૨૬થી ૩૧ ઑગસ્ટ ૨૦૦ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. હરણ શિકારનો ત્રીજો કેસ કંકાણી ગામમાં ૧-૨ ઑક્ટોબર ૧૯૯૮ની રાત્રે બે કાળા હરણના શિકારનો છે.