સુરેન્દ્રનગર-વઢવાણ શહેરને અડીને અંદાજે 17થી વધુ પેટ્રોલ પંપ છે. શહેરીજનો આ પંપો ઉપરથી રોજીંદુ આશરે 35 હજાર જેટલુ પેટ્રોલ ખરીદે છે. તેવા સમયે સરકાર એકાએક જ પેટ્રોલની કિંમતમાં વધારો કરી દેતા મોંધવારીના ભાર નીચે દબાયેલા શહેરીજનો માથે રોજનો અંદાજે 35.40 લાખનો આર્થિક બોજ આવી પડ્યો છે. પહેલાં પેટ્રોલના એક લિટરના 100.78 પૈસા ભાવ હતા. જે વધીને રૂ. 101.16 પૈસા થઇ ગયા છે. જેની સામે ડિઝલના રૂ. 99.55 ભાવ હતા તે હાલ 99.93 પર પહોંચી ગયા છે. જ્યારે એલપીજી ગેસના ભાવ પહેલા એક બાટલાએ રૂ. 908.50 હતા તેમાં રૂ. 15નો વધારો ઝિંકાતા રૂ. 923.50 પર પહોંચ્યો છે. સીએનજી, પીએનજીના ગેસમાં પણ કિલો રૂ. 4નો વધારો થયો હોવાનું બહાર આવ્યું હતું.