મહેસાણામાં શાકભાજીના ભાવ ઊંચકાયા

મહેસાણા શહેરમાં છેલ્લા એક અઠવાડીયા દરમ્યાન તમામ પ્રકારની શાકભાજીના ભાવમાં કિલોદિઠ ભાવમાં રૂ. 10 થી 40 સુધીનો વધારો થતાં ગૃહિણીઓના રસોડા મેનેજમેન્ટ પર અસર વર્તાઇ રહી છે.વેપારી સુત્રોના કહેવા પ્રમાણે શાકભાજી વાવેતરમાં તૈયારીના આરે ત્યાં પાછોતરા વધુ વરસાદના કારણે બગાડ થતાં શાકભાજીના ભાવ જથ્થાબંધથી છૂટક બજાર સુધી ઊંચકાયા છે.શહેરમાં ટામેટા રૂ. 30માં કિલો મળતા હતા,જે ભાવ ડબલ થઇને રૂ.60 ભાવ થયો છે.ડુંગળી રૂ. 30નો ભાવ હતો તે વધીને રૂ. 50 થયા છે.ગવાર રૂ. 80 ભાવ હતો તે વધીને રૂ. 100 થી 120ની સપાટીએ ભાવ પહોચ્યો છે.

એક અઠવાડીયામાં જ ભાવ રૂ. 10 થી 40 સુધી વધી જતાં ગૃહિણીઓ ચિતામાં મૂકાઇ છે. હોલસેલ શાકમાર્કેટના વેપારી એ કહ્યુ કે, શરુઆતમાં જરૂરીયાત વખતે વરસાદ ન આવ્યો અને ખેડૂતોને વાવેતર કર્યા પછી પાક તૈયાર થવા આવ્યો ત્યાં વધુ વરસાદથી પાક બગાડમાં શાકભાજીનો માલ પુરતો મળ્યો નહી અને તેની અસર ભાવમાં વર્તાઇ રહી છે.

ટામેટા સાંબરકાઠા, કડી પંથકથી મહેસાણાના માર્કેટમાં આવે છે.જે છૂટકમાં ટામેટાના ભાવ રૂ. 30 થી વધીને રૂ. 60 થયા છે.ત્યના વેપારીએ કહ્યુ કે, રિ઼ગણ,રવૈયા, ભટ્ટા એક મહીના પહેલા હોલસેલમાં રૂ. બે થી પાંચમાં મળતા, જે આજે હોસેલ માર્કેટમાં રૂ. 30 થી 50ના ભાવે મળી રહ્યા છે,એટલે સ્વાભાવિકરીતે છૂટકમાં ભાવ વધુ રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *