મહેસાણા માં પેટ્રોલના ભાવ જોત જોતામાં લિટરે રૂ. 100નો આંકડો વટાવી જતાં સામાન્ય અને મધ્યમ પરિવાર માત્ર ચિંતામાં જ નથી મૂકાયો પરંતુ વાહનનો ઉપયોગ કરતાં પહેલા વિચારતો થયો છે.પેટ્રોલના ભડકે બળતા ભાવે સામાન્ય નોકરીયાત અને વેપારી વર્ગની આવક સામે ખર્ચના ઘરેલુ બજેટને અસર કરી છે.મહેસાણા શહેરમાં પેટ્રોલનો ભાવ ગુરુવારે રૂ. 100.16 એ પહોંચ્યો છે ,તો ડીઝલના ભાવ પણ સેન્ચ્યુરીને આરે રૂ . 99.99.68 સુધી પહોચી જતાં ખાદ્ય સામગ્રીના ભાવો ઊંચકાવાથી મોંઘવારીનો માર આવ્યો છે.
ગેસ, તેલ અને પેટ્રોલ ત્રણેયના ભાવ ઊંચકાયાની સામે એટલે આવકમાં ઝડપથી વૃધ્ધિ ન થઇ હોઇ મોંધવારીમાં વાહનથી માંડીને રસોડા મેનેજમેન્ટ સુધી માઠી અસર વર્તાઇ રહી છે.મહેસાણા રહેવાસી એવું કહે છે કે હવે તો ટુવ્હીલર લઇને ઘરેથી બહાર જતાં પહેલા વિચારવુ પડે એવુ છે, રાંધણ ગેસના ભાવ વધ્યા, તેલ મોંઘુ થયુ અને આ દરમ્યાન રોજ પેટ્રોલ વધીને રૂ. 100 થી વધી ગયુ, હવે તો કરકસર કરવી જ પડે તેવી સ્થિતી આવી ગઇ છે.
બાઇક ચાલક એવું કહે છે કે પેટ્રોલના ભાવ ભડકે બળતા બાઇકનો ઉપયોગ ઓછો કરી દીધો, જરૂરી કામ સિવાય ઘરેથી બાઇક લઇને જવાનું નહી.પહેલા બજારમાં એક કામ હોય અને તરત બાઇક લઇને ઉપડી જતા પણ હવે બે -ત્રણ કામ સાથે જ બજારનો આંટો લગાવવાનો.ક્યાંક 10 થી 15 કિલોમીટર બાઇક લઇને જવાનું થતુ ત્યાં હવે કોઇ મિત્રના વાહનમાં કે બસ પકડીને જવાનું આયોજન કરવુ પડશે.