મોદીએ ત્રણ કરોડ લોકોને લખપતિ બનાવી દીધા : વડા પ્રધાનનો કટાક્ષ

એક મહિલા લાભાર્થી સાથે વાત કરતા મોદીએ કહ્યું કે, તમને નવું ઘર મળતા હવે સગાની અવરજવર વધી હશે ને? ખર્ચો પણ વધ્યો હશે ત્યારે લાભાર્થીએ કહ્યું કે મળવા માટે હવે વધુ લોકો આવે છે. ત્યારે મોદીએ મજાકમાં કહ્યું કે ખર્ચો વધતા હવે લોકો પીએમ પર આરોપ લગાવશે કે તેમણે ઘર આપ્યું એટલે ગરીબનો ખર્ચો વધી ગયો.
સરકાર ૧.૧૩ કરોડ મકાનો બનાવશે. મોદીએ કહ્યું કે તેમની સરકારે ૧.૧૩ કરોડ મકાનો બાંધવા મંજૂરી આપી છે.

અગાઉ ૧૩ લાખ કે ૮ લાખ મકાનો બનાવવા મંજૂરી અપાઈ હતી. પીએમ મોદીએ મંગળવારે લખનઉમાં ત્રણ દિવસનાં અર્બન કોન્ક્લેવમાં હાજરી આપીને પ્રધાનમંત્રી આવાસ યોજના – અર્બન કોન્ક્લેવ હેઠળ ૭૫,૦૦૦ લાભાર્થીઓને મકાનની ચાવીઓ ડિજિટલી અર્પણ કરી હતી. તેમણે યુપી માટે રૃ. ૪૭૩૭ કરોડની ૭૫ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને કેટલીક યોજનાની આધારશિલા મૂકી હતી. જેમાં સ્માર્ટ સિટી મિશન અને અર્બન અમૃત મિશન હેઠળ કામ કરવામાં આવશે. મોદીએ કહ્યું હતું કે સરકારની યોજનાઓથી ૩ કરોડ લાભાર્થીઓને લખપતિ બનવાની તક મળી છે. દેશમાં ૨૫થી ૩૦ કરોડ ગરીબ પરિવારો પૈકી ૩ કરોડ લોકોને મકાનો આપવામાં આવ્યાં છે. મકાનની કિંમત પરથી તમે અંદાજ લગાવી શકશો કે ૩ કરોડ લોકો લખપતિ બની ગયા છે. હવે મારા વિરોધીઓને મારો વિરોધ કરવા માટેનાં અનેક કારણો મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *