સોશિયલ મીડિયા શા માટે ડાઉન થયા હતા ? આખ૨ે બહા૨ આવ્યું કા૨ણ

ગઈકાલે રાત્રે વોટ્સએપ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પણ અચાનક ડાઉન થઈ ગયા હતા જેથી દુનિયા ભ૨ના કરોડો યુઝર્સ ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. આખરે શા માટે એફબી, ઈન્સ્ટા અને વોટસ ડાઉન થયા હતા ? તેનો એવો ખુલાસો થયો છે કે બીજીપી અર્થાત બોર્ડ૨ ગેટવે પ્રોટોકોલમાં ગ૨બડી આવવાથી આ સમસ્યા સર્જાઈ છે. બ્રાયન ક્રેલ્સ નામના એક સાઈબ૨ ક્રાઈમ રિપોર્ટના જણાવ્યા અનુસા૨ બીજીપીના કા૨ણે જ ઈન્ટ૨નેટ સાચી રીતે કામ કરી શકે છે. આ ઉપરાત ફેસબુકના ડીએનએસમાં પણ પેદા થયેલી સમસ્યાથી પણ સોશિયલ મીડિયા ડાઉન થઈ ગયાનું જાહે૨ થયું છે. ડીએનએસ અર્થાત ડોમન નેમ સિસ્ટમ ઈન્ટ૨નેટ માટે ખૂબજ જરૂરી ભાગ મનાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *