જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ ફરી સામાન્ય લોકોને નિશાન બનાવ્યા છે. આતંકીઓએ બે કલાકની અંદર 3 નાગરિકોની હત્યા કરી છે. સૌથી પહેલા આતંકવાદીઓએ શ્રીનગરના ઈકબાલ પાર્કની પાસે બિંદરુ મેડિકેટના માલિક માખન લાલની ગોળી મારીને હત્યા કરી. ત્યાર બાદ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. બિંદરુની હત્યા પર પૂર્વ સીએમ ઉમર અબ્દુલાએ શોક વ્યક્ત કર્યો હતો અને આ ઘટનાની નિંદા કરી હતી. કાશ્મીરી પંડિત સમુદાયથી બિંદરુ તે કેટલાક લોકોમાં સામેલ હતા જેઓ 1990ના દાયકામાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ શરૂ થયા બાદ પલાયન નહોતુ કર્યું. બિંદરુ પોતાની પત્ની સાથે અહીં જ રહ્યા અને સતત પોતાની ફાર્મસી બિંદરુ મેડિકેટ ચલાવતા રહ્યા. બિંદરુની હત્યા બાદ શ્રીનગરમાં આતંકીઓએ એક પાણીપુરી વેંચનાર સ્ટ્રીટ વેંડરની ગોળી મારીને હત્યા કરી હતી. સ્ટ્રીટ વેંડરની ઓળખ બિહારના ભાગલપુર નિવાસી વીરેન્દ્ર પાસવાનના રૂપમાં કરવામાં આવી છે. SUMO પ્રેસિડેન્ટ નાયદખાઈ મોહમ્મદ શફી ઉર્ફે સોનૂને આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો, જો કે તેમને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.