ભારત કરતા વધારે સ્પીડથી પાકિસ્તાનમાં વધી રહી છે ક્રિપ્ટોકરન્સી

ભારત કરતા પાકિસ્તાનમાં તેજ ગતિએ ક્રિપ્ટોકરન્સી(cryptocurrency)નો ઉપયોગ વધી રહ્યો છે. એક રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. રિપોર્ટ અનુસાર ગયા એક વર્ષમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીના બજારમાં 641 ટકાનો વધારો થયો છે, જ્યારે આ દરમિયાન પાકિસ્તાનમાં ક્રિપ્ટોકરન્સી બજારમાં 711 ટકાનો વધારો થયો છે. કોઈપણ દેશમાં કોઈ પણ વર્ષે લીધેલી કુલ ક્રિપ્ટોકરન્સીના આધારે આ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. એડ્રેસથી લેવળદેવળ થઈ છે તેમા 42 ટકા ભાગ 1 કરોડ ડોલર(અંદાજે 73 કરોડ રૂપિયા)થી વધુ રકમના મોટો સંસ્થાકીય રોકાણકારોની છે. પાકિસ્તાનમાં આ રીતનો ભાગ 28 ટકા અને વિયેતનામમાં 29 ટકા છે. બ્લૂમબર્ગની એક રિપોર્ટ અનુસાર આ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષમાં ક્રિપ્ટોકરન્સી સંબંધી સાહસિકતા અને વેંચાણ કેપિટલ રોકાણમાં ઘણો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર ભારત, પાકિસ્તાન અને વિયેતનામના કારણે જ એશિયામાં cryptocurrency બજારને સારો વિસ્તાર મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *