ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રચારદોર અંતિમ ચરણે છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચારદોર ચાલી રહી છે, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો. આ રોડ શો શહેરના મુખ્ય માર્ગો સહિત વિવિધ વિસ્તારમાં ફરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જંગી બહુમતી વિજય બનાવવા પ્રજાને અપિલ કરી હતી. ગત ચૂંટણીમાં ભાજપને બહુમતી પાતળી બહુમતી મળી હતી. જો કે આ વખતે જંગી બહુમતીથી કોર્પોરેશનની ચૂંટણી વિજય તે માટે ભાજપે પૂરેપૂરી તાકાત અજમાવી દીધી છે. આ રોડશો દ્વારા પ્રચાર કરી પ્રજાને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.