પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરની હોસ્પિટલો અને સ્કૂલોમા ફરજિયાત ફાયર સેફટી વસાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અગાઉ નોટિસો આપ્યા બાદ કેટલાક એકમોએ ફાયર એનઓસી મેળવી લીધી છે. જ્યારે ૧૮ સ્કૂલો અને એક હોસ્પિટલે અત્યાર સુધી ફાયર એનઓસી મેળવવામા લાપરવાહી દાખવવા આવતા આખરે પાલીકા ધ્વારા આ એકમોને આખરી નોટિસો ફટકારવામાં આવી છે. જે બાદ આગામી દિવસોમાં આ એકમોના નળ તેમજ વીજ કનેક્શન કાપવાની સિલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર શહેરમાં ૫૯ જેટલી નાની મોટી સ્કૂલો આવેલ છે. સ્કૂલોમા આગ જેવી દુર્ઘટનાને રોકવા માટે સ્કૂલોમાં ફાયર સેફટી ફરજીયાત કરાઈ હોઈ શહેરની ૪૧ સ્કૂલોએ ફાયર સેફટી વસાવી છે. જયારે બાકીની ૧૮ સ્કૂલોને ફાયર સુવિધા વસાવી તેની એનઓસી મેળવી લેવા નગરપાલિકા દ્વારા અવાર નવાર નોટીસો આપવા છતાં ૧૮ સ્કૂલો એ ફાયર સેફટી સુવિધા વસાવી નથી.