મોદી કેર : ૫૦ કરોડ ગરીબ પરિવાર ને ૫ લાખ નો સુરક્ષા કવર

સરકારે (મોદી કેર) આયુષ્માન ભારત નામ ની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનને પરવાનગી આપી દીધી છે, જેને મોદી કેર પણ કહેવામાં આવી રહ્યું છે. આ ૧૦ કરોજ ગરીબ પરિવારોને ૫ લાખ રૂપિયાનો સુરક્ષા કવર આપશે.આયુષ્યમાન ભારત (મોદી કેર) આયુષ્માન ભારત નામની આ સ્કિમ ૧ એપ્રિલ, ૨૦૧૮ થી શરૂ થઇ રહી છે. તો આવો જાણીએ આ સ્કિમમાં કોને મળશે ફાયદો અને કેવી રીતે આ સ્કિમ થશે લાગૂ.

કેવી રીતે મળશે ફાયદો
– પ્રત્યેક પરિવાર દીઠ ૫ લાખ સુધીનો આરોગ્ય વીમો ઉપલબ્ધ રહેશે.
– પૂર્વમાં અસ્તિત્વમાં આવેલા રોગોને પણ આ સ્કિમમાં આવરી લેવાશે.
– એડિશનલ થયા પહેલા અને પછીના ખર્ચ પણ આવરી લેવામાં આવશે.
– લગભગ તમામ પ્રકારની મેડિકલ પ્રોસીઝર આ અંતર્ગત કવર થશે.
– કવરની બહારની નેગેટિવ લિસ્ટ નાની હશે

કોણ હશે આ સ્કીમ ના હકદાર
– ૧૦.૭૪ કરોડ પરિવાર તેના હકદાર હશે.
– જેની પણ ઓળખાણ ગરીબ અને વંચિતો તરીકે થઇ છે.
– આર્થિક-સામાજીક જાતિ જનગણનાનાં આંકડાઓનો ઉપીયોગ થશે.
– પરિવારના આકાર અથવા ઉંમરને લઇ કોઇ સીમા નક્કી કરવામાં નથી આવી.

ક્લેમ કરવાની રીત
– પેનલમાં શામેલ કોઇ પણ હોસ્પિટલથી કેશલેસ સારવાર
– નિશ્ચિત માપદંડ સાથે ખાનગી હોસ્પિટલો ઑનલાઇન પેનલમાં મૂકવામાં આવશે.
– લાભાર્થી દેશનાં કોઇ પણ હોસ્પિટલમા જઇ શક્શે.
– નીતિ આયોગ કેશલેસ અવા પેપરલેસ સારવાર માટે આઇટી ફ્રેમવર્ક વિક્સીત કરશે.

કેન્દ્ર અને રાજ્ય સ્તર પર કેવી રીતે થશે અમલ
– રાષ્ટ્રીય સ્તર પર આયુષ્માન ભારત નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન એજેન્સી તેને દેખશે.
– રાજ્યસ્તર પર સ્ટેટ એજેન્સીની જવાબદારીમાં હશે આ કામ

કેવી રીતે આવશે રકમ
– રાજ્ય અને કેન્દ્ર સરકારો ખર્ચ શેર કરશે
– રાજ્યોને પોતાના શેર ઉપલબ્ધ કરવાનું રહેશે.
– કેન્દ્ર SHA ને એસક્રો એકાઉન્ટથી સીધી પૈસા મોકલશે.
– યોજનાની હાલની અનુમાનિત રકમ ૧૨ હજાર કરોડ રૂપિયા છે.

આ સ્કીમ હેઠળ, દેશના 10 લાખ ઘરો સુધી રૂ. 5 લાખ સુધીની વીમા કવચની યોજના તૈયાર કરવામાં આવી છે. વર્ષમાં ‘આયુષ્યમાન ભરત’ યોજના હેઠળ રૂ. 5 લાખ સુધીની વીમાના કવચને ઉપચાર મળશે. અત્યાર સુધી નેશનલ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ, રૂ 30,000 નું વીમા કવર માત્ર ઉપલબ્ધ હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *