રાજ્યમાં વિજય રૂપાણીના રાજીનામું આપ્યા બાદ રાજ્યને નવા સીએમ ભુપેન્દ્ર પટેલ તરીકે મળ્યા છે. જ્યારે તેની સાથે આખા મંત્રીમંડળને ફેરબદલ કરવામાં આવ્યો છે. તેમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને બનાવવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, મને નાની ઉંમરે ગૃહ મંત્રી બનાવવામાં આવ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, TRB જવાનો એક પણ રૂપિયો ન ઉઘરાવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 28,500 નવી પોલીસની જગ્યા ભરવામાં આવશે. આવનાર દિવસમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભરતીની પ્રકિયા ૧ ઓક્ટોબરથી ફોર્મ ભરાવવાનું શરુ થશે. જ્યારે પ્રકિયા ૨૧ ઓક્ટોબર સુધી ચાલવાની છે. તેની સાથે આ સરકારી ભરતીની રાહ જોઈ રહેલા યુવાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.