પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠિયાની ઓફીસ પર હુમલો થયો છે. મળતી માહિતી અનુસાર ટૂંક સમય પહેલાં જ અજાણ્યા શખ્સો પોરબંદરના ખીજડી પ્લોટ પર આવેલી ઓફિસોમાં તોડફોડ કરી નાસી ગયા છે. જો કે હાલ પોરબંદરના પંકજ મજીઠિયાની ઓફીસ પર પહોંચી છે.
જો કે આ શખ્સો કોણ હતા, કેમ હુમલો કર્યા તે અંગે તપાસ કરી રહી છે. આજે સાંજે રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ ના આગમન પૂર્વે શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠીયા ની ઓફીસ પર હુમલો થતા રાજકીય માહોલ ગરમાયો છે. ઓફીસ ના બારી દરવાજા ના કાચ તોડી હુમલા ખોર ફરાર થયા છે..ભાજપના આગેવાન અને સાંસદ રામ મોકરીયા સહિતના આગેવાનો દોડી આવ્યા છે. ભાજપ ના શહેર પ્રમુખ પંકજ મજીઠીયા ની ઓફીસ પર બીજી વખત થયો હુમલો થયો છે.