આંધ્ર પ્રદેશમાં આઇડીબીઆઇ બેંકની પાંચ શાખાઓમાંથી ૭૭૩ કરોડ રૃપિયાની લોન લઇને છેતરપિંડી કરવાનો કેસ સપાટી પર આવ્યો છે. IDBI બેંકમાંથી આ લોન ૨૦૦૯ થી ૨૦૧૩ દરમિયાન મત્સય ઉદ્યોગ માટે આપવામાં આવી હતી.માછલીઓનું તળાવ ન હોવા છતાં નકલી લીઝ દસ્તાવેજો રજૂ કરીને લોન લેવામાં આવી હતી.
IDBI બેંક ના આ કૌભાંડમાં બેંકના બે અધિકારીઓની સંડોવણી બહાર આવી છે. જે પૈકી એક અધિકારી નિવૃત્ત થઇ ગયા છે જ્યારે બીજાને બરતરફ કરવામાં આવ્યા છે. બશિરબાગ અને ગુંતુરની શાખાઓ અંગે પાંચ ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે સીબીઆઇએ બે એફઆઇઆર દાખલ કરી છે.
IDBI બેંક નું આ કૌભાંડ બહાર આવ્યા પછી આજે IDBI બેંકના શેરનો ભાવ ૩.૫ ટકા ઘટીને ૭૩.૬ રૃપિયા થઇ ગયો હતો. આ ઉપરાંત નિફટી પબ્લિક બેંક ઇન્ડેક્ષમાં પણ ૧.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ૭૭૩ કરોડ રૃપિયાની લોન આંધ્ર પ્રદેશમાં આવેલી IDBI બેંક ની પાંચ શાખાઓ દ્વારા આપવામાં આવી હતી.IDBI બેંક ની આ પાંચ શાખાઓમાં હૈદરાબાદની બશિરબાગ, ગુંતુર, રાજાહમુન્દ્રી, ભીમાવરમ અને પલાંગીનો સમાવેશ થાય છે. આ લોન પૈકી મોટા ભાગની લોન નાણાકીય વર્ષ ૨૦૧૪માં NPA બની ગઇ હતી. આ સંદર્ભમાં IDBI બેંકે પાંચ અલગ અલગ ફરિયાદ દાખલ કરી હતી.
આ વર્ષમાં સરકારી બેેંકમાંથી લોન લઇને છેતરપિંડી કરવાનો આ પાંચમો કેસ સપાટી પર આવ્યો છે. આ અગાઉ પંજાબ નેશનલ બેંકનું ૧૩,૬૦૦ કરોડ રૃપિયાનું કૌૈભાંડ, આંધ્ર બેંકનું ૫૦૦૦ કરોડ રૃપિયાનું કૌભાડ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ૮૨૪ કરોડ રૃપિયાનું કૌભાંડ અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું ૧૩૯૪ કરોડ રૃપિયાનું કૌભાંડ સપાટી પર આવ્યું હતું.
IDBI બેંક ના અધિકારીઓની મિલીભગતથી આ કૌભાંડ આચરાયું હતું. જેમાં IDBI બેંક ના બે અધિકારી,૨૨ એજન્ટ, સાત વેલ્યુઅર અને ૨૨૦ ખાતેદાર સામે CBI એ ફરિયાદ નોધી તપાસ શરૃ કરી હતી.
IDBI બેન્ક દ્વારા વર્ષ ૨૦૦૯ થી ૧૩ દરમ્યાન આંધ્રપ્રદેશ અને તેલંગાનાના વિવિધ શહેરોમાં કિશાન ક્રેડીટકાર્ડ અને મત્સ્ય ઉદ્યોગ માટે સરકારની વિવિધ યોજના હેઠળ લોન આપવા માટે એજન્સીઓની નિમણુંક કરી હતી.
એજન્સીઓ દ્વારા નિમવામાં આવેલા એજન્ટો, અને IDBI બેન્કના અધિકારીઓ અને બેન્કના વેલ્યુઅરની મીલીભગતથી કિશાનો અને મત્સ્ય ઉદ્યોગના બહાને IDBI બેન્કમાં ખાતા ખોલાવ્યા હતા અને કિશાન ક્રેડીટકાર્ડ અને મત્સ્ય ઉદ્યોગ માટે લોન અપાવવાનું પ્રલોભન આપ્યુ હતું અને તેમાં સબસીડી મળશે અને સરકારની વિવિધ યોજનાનો લાભ મળશે ને બહાને કેટલાક ખેડુત હોય નહી અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા હોય નહીં તેવા વ્યક્તિઓના બોગસ ખાતા ખોલવામાં આવ્યા હતા.
આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લાના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના નગરો અને ગામો ઉપરાંત ક્રિષ્ના જિલ્લો, તેલંગાનાના આદીલાબાદ જિલ્લાઓમાંથી ખાતા ખોલવવામાં આવ્યા અને તેઓને કિશાન ક્રેડીટકાર્ડની અને મત્સ્ય ઉદ્યોગ માટે લોનની સવલત આપી હતી.
વર્ષ ૨૦૦૯ થી ૧૩ દરમ્યાન લોન આપ્યા બાદ તે નાણા ભરપાઇ થયા નહી એટલુ જ નહી કેટલાક ખાતા બોગસ જણાઇ આવ્યા હતા. આ અંગે આઇડીબીઆઇ બેન્કના જીએમ મંજૂનાથ પાઇએ સીબીઆઇને તા.૧૪-૧૨-૧૭ના રોજ સમગ્ર કૌભાંડ અંગે અરજી આપી હતી. જે આધારે સીબીઆઇએ તા.૨૩-૩-૧૮ના રોજ IDBI બેન્કના બે ઉચ્ચ અધિકારી, ૨૨ એજન્ટ અને સાત વેલ્યુઅર મળી કુલ ૩૧ વ્યક્તિઓ અને ૨૨૦ ખાતેદાર સામે ફરિયાદ નોધી તપાસ શરૃ કરી હોવાનું જાણવા મળે છે.
આંધ્રપ્રદેશ, તેલંગાના રાજ્યના ગોદાવરી, ક્રિષ્ના, આદીલાબાદ જિલ્લામાં કોઇસ્થળે દરિયાઇ વિસ્તાર નથી તેમ છતાં ખોટીરીતે મત્સ્ય ઉદ્યોગને પ્રોત્સાહન આપવા તેમજ સબસીડી મેળવી લેવાના બહાને કરોડોની લોન બેન્કના અધિકારીઓ, એજન્ટો અને વેલ્યુઅરની મીલીભગતથી આચરવામાં આવ્યુ હોવાનું CBIની તપાસમાં બહાર આવ્યું છે.
IDBI બેંક કૌભાંડ ના ૩૧ આરોપીની યાદી
કિશાન ક્રેડીટ કાર્ડ અને મત્સ્ય ઉદ્યોગ માટેના રૃા.૪૪૫.૩૨ કરોડના કૌભાંડ અંગે ૩૧ વ્યક્તિ સામે ફરિયાદ નોધાવવામાં આવી છે જેના નામ નીચે પ્રમાણે છે.
IDBI બેન્કના બે અધિકારી:
(૧) આઇડીબીઆઇના જીએમ બટ્ટરામારાવ
(૨) આઇડીબીઆઇના સીનિયર જીએમઆર દામોદરન
૨૨ એજન્ટ
(૩) આદીલલક્ષ્મી ગૃપના એજન્ટ યુપીદી લક્ષ્મણરાવ
(૪) એસ. સુધાકર ગૃપના સમૈયા મંથુલા સુધાકર
(૫) એન.વી. સુબ્બારાજુ ગૃપના નાદીમાપલ્લી વૈંકટ સુબ્બારાજુ
(૬) કે.એસ.બી. ગૃપના કે.એસ.વી. પ્રસાદ રાજુ
(૭) ચંદ્રકાંતા ગૃપના તોહરામ ચીન્ના વેંકટેશ્વર રાવ
(૮) એન. રામારાજુ ગૃપના નીદામ્બીપલ્લી રામારાજુ
(૯) સુનીલ ચૌધરી ગૃપના મુદીનુર એજનિયા રાજુ
(૧૦) પથુરી સુનીલ ચૌધરી
(૧૧) એરટેલ સોયારાજુ ગૃપના પી.વી. ક્રિષ્નમ રાજુ
(૧૨) બેલાલ ગૃપના બેલાલ ચંદ્રશેખર રેડ્ડી
(૧૩) ચૈતન્ય રાજુ ગૃપના કે.વી.વી. સત્યનારાયણ રાજુ
(૧૪) વી.કે. ગૃપના વીકેશ અગ્રવાલ
(૧૫) એમ.એસ. ગૃપના એમ. સુરેન્દ્રવર્મા
(૧૬) હરિપ્રિયા ગૃપના થોરામ વૈંકટેશ્વરરામ
(૧૭) મીન્ટગૃપના રામવતબાલુ
(૧૮) જી.કે. ગૃપના ગુટ્ટા કોટેયા
(૧૯) ઓકટ્રી ગૃપના વૈંકટરામન કડાલી
(૨૦) એસ.આર. ગૃપના સોરમ રવિન્દ્ર
(૨૧) કલીદીનીદી રંગારાજુ
(૨૨) સાંઇવર્મા ગૃપના અલ્લુરૃ સાંઇબાબુ
(૨૩) વૈંકટેશ્વર રેડ્ડી સુરાય
(૨૪) સાંઇબાબા ગૃપના એવીવીએસ સાંઇબાબા
૭ વેલ્યુઅર
(૨૫) લેફ.કર્નલ બી.કે. શાહુ
(૨૬) આકાર કન્સલ્ટીંગ એન્જીનીયર્સ
(૨૭) આર.એ. શર્મા
(૨૮) એમ.વી. શ્રીનીવાસન સુલ્લુ
(૨૯) સુભા સીન્ડીકેટ
(૩૦) પી.વી.કે. શ્રીનીવાસન રાજુ
(૩૧) એન. સોમાક્ષારાવ