કપિલ સિબ્બલના ઘરે પ્રદર્શન કરતાં આનંદ શર્મા ભડક્યા આનંદ શર્માએ સોનિય ગાંધી સામે એકશનની અપલી કરી પંજાબ કોંગ્રેસમાં રાજકીય દંગલ થયા હતા તેની હવે રાષ્ટ્રીય સ્તરે અસર જોવા મળી રહી છે. G-23 ગ્રૂપના હિસ્સા અને વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ત્રણ દિવસ જે રીતે કોંગ્રેસ નેતૃત્વ પર પ્રશ્નો ઉભા કર્યા ત્યારબાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેમના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. હવે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ આનંદ શર્માએ તેની આલોચના કરી છે અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સામે એકશનની માંગણી કરી છે.કોંગ્રેસ નેતા આનંદ શર્માએ ગુરૂવારના રોજ ટ્વીટ કરતા લખ્યુ કે કપિલ સિબ્બલના ઘરની બહાર થયેલા હુમલા અને ગુંડાગર્દીના સમાચાર હેરાન કરનારા છે. આ રીતે એકશન પાર્ટીને બદનામ કરે છે અને આ નિંદનીય છે.