મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે કે પંજાબના પૂર્વ મુખ્ય મંત્રી અમરિંદરસિંહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા છે.ગઈ કાલે કૅપ્ટન અમરિંદરસિંહ ચંડીગઢથી દિલ્હી આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ અહીં કપૂરથલા હાઉસમાં પંજાબ સીએમનું નિવાસસ્થાન ખાલી કરવા માટે આવ્યા છે.જોકે, તેઓ ભાજપના નેતાઓને મળશે એવી ગઈ કાલથી જ અટકળો બાંધવામાં આવી રહી છે.કૅપ્ટન અમરિંદરસિંહ કે ભાજપ તરફથી આ મુલાકાત અંગે કોઈ જાણકારી આપવામાં નથી આવી.