રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદના પગલે વધુ ૬ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે અને ૨૦ ડેમમાં ૪ ફૂટ સુધી પાણીની આવક થઈ છે.રાજકોટ નજીકના ન્યારી-૧, ભાદર-ર, આજી-૩, મચ્છુ-૩ સહિતના ડેમ ૯૦થી ૯૮ ટકા સુધી ભરાઈ જતા ગમે ત્યારે છલકાશે. જયારે છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રના ૮૧માંથી ૪૪ ડેમ સતત છલકાઈ રહ્યા હોવાથી હેઠળવાસના ગામોને ચેતવણી જારી કરવામાં આવી છે. રાજકોટ નજીકના આજી-૩ ડેમ ૯૦.૯૭ ટકા, ન્યારી-૧ ડેમ ૯૬.૦૬ ટકા, ભાદર-ર ડેમ ૯૬.૧૯ ટકા, મચ્છુ-૩ ડેમ ૯૩.૧૭ ટકા, ડેમી-૩ ડેમ ૯૮.૧૩ ટકા, ડાઈ મીણસર ૯૦.૭૦ ટકા, ધોળીધજા ડેમ ૮૮.૯૨ ટકા ભરાઈ ગયો છે.
જયારે છેલ્લા ર૪ કલાકમાં ફાળદંગબેટીમાં ૨.૬૨ ફૂટ, ઈશ્વરીયામાં ૧.૯૭, કરમાળમાં ૪.૨૭, મચ્છુ-૧માં ૩.૨૫, મચ્છુ-રમાં ૦.૧૬, ડેમી-રમાં ૦.૪૯, ધોડાધ્રોઈમાં ૦.૪૯, ડાઈમીણસરમાં ૦.૩૯, શેઢા ભાડથરીમાં ૦.૩૯, વાનાવડમાં ૦.૮૨, નાયકામાં ૧.૨૧, ધોળીધજામાં ૦.૧૦, ભોગાવો-૧માં ૧.૨૮, વાંસલમાં ૦.૪૯, મોરસલમાં ૧.૯૭, સબુરીમાં ૩.૨૮, વડોદમાં ૦.૧૬, નિંભણીમાં ૧.૯૭, સાકરોલીમાં ૦.૩૦ ફૂટ નવા પાણીની આવક થઈ હતી. ગઈકાલે રાત્રે સાર્વત્રિક ભારે વરસાદના કારણે ભાદર સહિતના ૪૪ ડેમ ફરી છલકાતા હેઠળવાસના ગામોને ચેતવણી આપવામાં આવી છે.