ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને હાઈકોર્ટથી મોટી રાહત મળી છે. જેમાં હાઈકોર્ટે દીનુ બોધા સોલંકીને થયેલી સજા મોકુફ રાખી છે. તેમજ દિનુ બોધા સોલંકીને જામીન પર છોડવા કોર્ટએ હુકમ કર્યો છે. દિનુ બોઘા સોલંકીને મોટી રાહત આપવામાં આવી છે અમિત જેઠવા હત્યાકેસમાં પૂર્વ સાંસદને મોટી રાહત આપવામાં આવી છે. હાઇકોર્ટે દિનુ બોઘા સોલંકીને જામીન પર છોડવા હુકમ કર્યો છે. હાઇકોર્ટે એક લાખના જામીન પર દિનુ બોઘા સોલંકીને છોડવા આદેશ આપ્યો છે.
જો કે, દિનુ સોલંકી કોર્ટની મંજૂરી વગર દેશ નહીં છોડી શકે તેવો પણ હુકમ કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, દિનુ સોલંકીને અમિત જેઠવા હત્યાકેસમાં જનમટીપની સજા થઇ હતી. અમિત જેઠવાએ હાઇકોર્ટમાં જૂનાગઢના ગીરના જંગલોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે PIL કરી હતી. અમિતના પિતા ભીખાભાઇએ અમિત જેઠવાની હત્યા પાછળ દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ પણ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલિન સાંસદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી. 2013માં CBI એ આ મામલે તપાસ કરીને દિનુ સોલંકીની ધરપકડ કરી હતી.