અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્હાઈટ હાઉસમાં મળ્યા હતા. જો બાઈડેને આ દરમિયાન ભારતીય મીડિયાની પ્રશંસા કરી હતી અને અમેરિકન પત્રકારોની ટીકા કરતા કહ્યું હતું કે તેઓ ક્યારેક વિદેશી નેતાની સામે આ મુદ્દાથી ભટકી જાય છે. ભારતમાં ભારતીય મીડિયાનું આચરણ વધુ સારું છે. પીએમ મોદીનો યુએસ પ્રવાસ પૂરો થઈ ગયો છે અને હવે વ્હાઈટ હાઉસે અમેરિકન મીડિયા સમક્ષ સ્પષ્ટતા રજૂ કરી છે.
મંગળવારે વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીને આ મામલે ઘણા અમેરિકી પત્રકારોના તીખા સવાલનો સામનો કરવો પડ્યો હતો. જોકે, જેનએ પણ રાષ્ટ્રપતિ જો બાઈડેનના નિવેદનનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ કોઈ પત્રકારોને દુખી કરવા માંગતા નહોતા. તેમણે કહ્યું કે મને લાગે છે કે બાઈડેને કહ્યું કે કેટલીકવાર અમેરિકન મીડિયા પોઈન્ટ પર આવી શકતું નથી. હું જાણું છું કે કોઈ પણ આ રીતની વાત સાંભળવા નથી માગતા. ભારતનું મીડિયા પ્રેસ ફ્રીડમની દ્રષ્ટિએ 142 મા નંબરે છે જ્યારે અમેરિકન મીડિયા આ રેન્કિંગમાં 44માં ક્રમે છે.