દેશમાં કોરોના વાયરસ મહામારી ચાલી રહી છે. અને હવે તેની સાથે કેટલાક રાજ્યોમાં ડેન્ગ્યુ તબાહી મચાવી રહ્યો છે અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ ની હાલત સૌથી વધુ ખરાબ થઈ રહી છે. અને હવે ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ ડેન્ગ્યૂના ભયંકર ફેલાવો થઇ ગયો છે. સર્વે દરમિયાન વધુ ૩૩ કેસ બહાર આવ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક દર્દીઓ ના મૃત્યુ થયા હોવાનું પણ બહાર આવ્યું છે.
ડેન્ગ્યુ નો શિકાર અનારા દર્દીઓમાં પ્લેટ લેટ ઝડપથી ઘટી રહ્યા છે અને આવી પરિસ્થિતિમાં દર્દીનું મૃત્યુ થઈ જાય છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા પંદર દિવસમાં કુલ ૩૧ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં ડેન્ગ્યુના ૪૦૦ જેટલા કેસ બહાર આવ્યા હોવાનું જાણવા મળ્યું છે અને ગઈકાલે બાદ કેસ બહાર આવ્યા હતા. મધ્યપ્રદેશના અન્ય જિલ્લાઓમાં પણ ચેકિંગની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે અને ઉત્તર પ્રદેશ તેમજ મધ્ય પ્રદેશમાં ડેન્ગ્યુનો કેર વધી રહ્યો છે. હરિયાણાના શિક્ષા મંત્રી પણ ડેન્ગ્યુની ઝપટમાં આવી ગયા છે અને તેમની પણ સારવાર હોસ્પિટલમાં શરૂ થઈ ગઈ છે. કોરોનાવાયરસ મહામારીની સાથે સાથે કેટલાક રાજ્યોમાં ડેન્ગ્યુના કહેરથી લોકોમાં દહેશત નો માહોલ છે અને ફરીથી હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઈ રહી છે.